Unlock 3.0 Guidelines: 5 ઑગસ્ટે જીમ ખુલશે, નાઇટ કર્ફ્યુ દૂર થશે

30 July, 2020 12:16 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Unlock 3.0 Guidelines: 5 ઑગસ્ટે જીમ ખુલશે, નાઇટ કર્ફ્યુ દૂર થશે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાવાઇરસનાં વધી રહેલા કેસિઝની વચ્ચે ગૃહમંત્રાલયયે બુધવારે Unlock 3.0 અંગે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા 1 ઑગસ્ટથી લાગુ કરાશે અને તે અનુસાર નાઇટ કરફ્યુ હટાવી લેવાશે તથા જીમ – યોગ ઇન્સ્ટીટ્યૂટને 5 ઑગસ્ટથી ખોલી દેવાશે.યોગ ઇન્સ્ટિટ્યૂટ અને જીમ ચાલુ થશે પણ ઑગસ્ટનાં અંત સુધી સ્કૂલ, કૉલેજીઝ અને શિક્ષણ। સંસ્થાઓ બંધ જ રહેશે. નવી ગાઇડલાઇન અનુસાર સ્વતંત્ર દિવસની ઉજવણી સોશ્યલ ડીસ્ટન્સિંગના નિયમો અનુસરીને કરી શકાશે અને લોકોએ માસ્ક વગેરે પહેરીને ઉજવણીમાં ભાગ લેવો પડશે. વંદે ભારત મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય મુસાફરીને અમુક છૂટ અપાઇ છે પણ તે બહુ મર્યાદિત છે.માર્ગદર્શન અનુસાર કોન્ટેઇનમેન્ટ ઝોનની બહારની બધી પ્રવૃત્તિઓની છૂટ છે પણ શાળાઓ, સિનેમા હોલ્સ, સ્વીમિંગ પુલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક્સ, થિએટર,બાર્સ, ઑડિટોરીયમ અને એસેમ્બરી હોલ્સ બંધ રહેશે.

ગૃહમંત્રાલય અનુસાર ભારતમાં Covid-19ના કેસિઝનો આંકડો 15 લાખને પાર છે અને રોજરોજ કેસિઝ 50,000 જેટલા વધે છે.સર્ક્યુલર અનુસાર લૉકડાઉનનું પાલન કન્ટેઇનમેન્ટ ઝોનમાં સ્ટ્રિક્ટલી અનુસરાશે.

coronavirus lockdown home ministry delhi news mumbai