નાનાં બાળકોનાં આધાર કાર્ડ હવે ઘેરબેઠાં બની જશે

24 August, 2025 09:11 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બાળઆધારની સર્વિસ માટે માતા-પિતાએ UIDAIની સત્તાવાર વેબસાઇટ પરથી પોતાના શહેર-વિસ્તારનું સેવાકેન્દ્ર પસંદ કરીને અરજી કરવાની રહેશે.

પ્રતીકાત્મક તસવીર

બાળકો માટે આધાર કાર્ડ બનાવવાનું હવે વધુ સરળ બન્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ બાળઆધાર કાર્ડની શરૂઆત કરી છે. આ આધાર કાર્ડ બ્લુ કલરનું હશે. બાળકનું બાળઆધાર કાર્ડ બનાવવા માટે માતા-પિતાએ બાળકોને હવે આધાર કેન્દ્રો પર લઈ જવાની જરૂર નહીં રહે, પણ કર્મચારી પોતે ઘરે આવીને બાળકનું આધાર કાર્ડ બનાવી આપશે. આ બ્લુ આધાર કાર્ડ માટે ઓછામાં ઓછી ઉંમરની કોઈ મર્યાદા નથી. નવજાત બાળક માટે પણ બાળઆધાર કાર્ડની અરજી કરી શકાશે. પાંચ વર્ષ સુધીના બાળકના બાયોમેટ્રિક્સ નહીં લેવામાં આવે, માત્ર તેમનો ફોટો ખેંચીને એને માતા-પિતાના આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં આવશે. બાળઆધારની સર્વિસ માટે માતા-પિતાએ UIDAIની સત્તાવાર વેબસાઇટ પરથી પોતાના શહેર-વિસ્તારનું સેવાકેન્દ્ર પસંદ કરીને અરજી કરવાની રહેશે.

national news india aadhaar indian government