અમારી જમીન છીનવવાના પ્રયત્ન કરનાર દેશથી કોઇ આયાત નહીં થવા દઈએ-RK સિંહ

03 July, 2020 04:05 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

અમારી જમીન છીનવવાના પ્રયત્ન કરનાર દેશથી કોઇ આયાત નહીં થવા દઈએ-RK સિંહ

પ્રતીકાત્મક તસવીર

ચીન સાથે સીમા પર થતાં વિવાદ વચ્ચે દેશમાં અનેક સેક્ટરોમાં દખલ ઘટાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. હવે ઉર્જા ક્ષેત્રમાંથી પણ ચીનને બહાર કરવાની તૈયારી થઈ રહી છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે કહ્યું કે દેશના ઉર્જા ક્ષેત્રમાં ચીનની આયાત બંધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે હવે દેશમાં ચીની આયાત નહીં કરવા દેવામાં આવે. કેન્દ્રીય મંત્રી વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા નાણાં રાજ્યમંત્રીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું કે રાજ્યોને ચીનમાંથી થતી આયાત બંદ કરવાની રહેશે.

આર કે સિંહે કહ્યું, '2018-19'માં અમે ઉર્જા ક્ષેત્રમાં 71,000 કરોડનું સામાન આયાત કર્યું, જેમાંથી 21,000 કરોડની આયાત ચીનમાંથી કરવામાં આવી હતી. અમે એવું નહીં થવા દઇએ. એક દેશ જે અમારા જવાનો પર જીવલેણ હુમલા કરે છે, જે દેશ અમારી જમીન છીનવી લેવાનો પ્રયત્ન કરે છે, અમે તેને ત્યાં રોજગાર ઊભા કરીએ?'

તેમણે કહ્યું, 'અમે નિર્ણય લીધો છે કે ચીનમાંથી કોઇ આયાત નહીં કરીએ. આ લિસ્ટમાં ચીન અને પાકિસ્તાન છે. અમે ચીન અને પાકિસ્તાનમાંથી (રાજ્યોને) આયાત નહીં કરવા દઈએ.' તેમણે કહ્યું કે ચીન 'આયાતિત ઉપકરણોમાં માલવેયર દ્વારા...ટ્રોઝન હૉર્સ માટે રિમોટથી અમારા સેક્ટરને શટડાઉન કરી શકે છે.'

જણાવીએ કે ભારત-ચીન તણાવ વચ્ચે ભારત પોતાના અનેક સેક્ટરોથી ચીનને બહાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સોમવારે પણ ડેટા અને પ્રાઇવસી સિક્યોરિટીનો હવાલો આપતાં 59 ચીની મોબાઇલ એપ્સને બૅન કરી દીધા હતા. તેના બે દિવસ પછી જ ચર્ચા હતી કે સરકારી દૂરસંચાર કંપની BSNLના 4G અપગ્રેડ માટે જાહેર કરવામાં આવેલું ટેન્ડર રદ્દ કરી દેવામાં આવ્યું છે. હવે આ માટે નવું ટેન્ડર જાહેર કરવામાં આવશે, જેમાં ચીની કંપનીઓને બહાર કરવાની શક્યા છે. ચર્ચા હતી કે ટેલીકૉમ વિભાગને કેન્દ્ર સરકારે કંપનીના 4G અપગ્રેડેશનમાં ચીની કંપનીઓના ઉપકરણનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ સિવાય દેશના હાઇવે પ્રૉજેક્ટમાંથી પણ ચીની કંપનીને બહાર કરવાની વાત થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જોર આપતાં કહ્યું છે કે ચીનની કંપનીઓને રાજમાર્ગ પરિયોજનાઓમાં ભાગ લેવાની પરવાનગી ભારત નહીં આપે. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી ગડકરીએ પણ આ કહ્યું કે સરકાર એ નક્કી કરશે કે ચીની નિવેશકોનું સૂક્ષ્મ, લઘુ અને મઘ્યમ ઉદ્યમો જેવા વિભિન્ન ક્ષેત્રોમાં નિવેશ ન હોય.

national news