કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી COVID-19 પૉઝિટિવ

16 September, 2020 09:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી COVID-19 પૉઝિટિવ

ફાઈલ તસવીર

કેન્દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમણે પોતે જ આ વાત સોશ્યલ મીડિયાના માધ્યમે શૅર કરી છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ગઈ કાલે મને નબળાઈ લાગતી હતી તેથી હું ડૉક્ટર પાસે ગયો. તબીબી તપાસ દરમિયાન મારો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.  તમારા બધાની પ્રાર્થનાથી હું હમણા તો સારો છું. મે પોતાને આઈસોલેટ કર્યો છે.

અન્ય એક ટ્વીટ કરીને તેમણે કહ્યું કે, જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે તે પ્રોટોકોલને ફોલો કરીને સુરક્ષિત રહે.

national news nitin gadkari coronavirus covid19