અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ પડતાં મોડી રાત્રે AIMSમાં દાખલ કરાયા

18 August, 2020 10:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ પડતાં મોડી રાત્રે AIMSમાં દાખલ કરાયા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (ફાઈલ તસવીર)

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)ને શ્વાસ લેવામાં તકલીફ પડતાં મંગળવારે રાત્રે બે વાગ્યે દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ગૃહ પ્રધાનને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેમને AIMSના ઓલ્ડ પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર AIMSના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ચાલી રહી છે.

બીજી ઑગસ્ટે ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના વાયરસ (COVID-19)નો રિપોર્ટ પૉજિટિવ આવ્યા બાદ તેમને ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ 14 ઑગસ્ટે તેમને કોરોનાને માત આપી હતી અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી ટ્વીટ કરીને આપી હતી. જો કે ડૉક્ટરોની સલાહથી તેઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યાં હતાં અને હોમ આઈસોલેશનમાં જ હતાં. પરંતુ રાત્રે બે વાગ્યે તબિયત બગડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ચિંતા વધી છે.

coronavirus covid19 new delhi amit shah all india institute of medical sciences