WHOના એક્ઝીક્યૂટિવ બોર્ડના ચેરમેનની જવાબદારી સંભાળશે ડૉ. હર્ષ વર્ધન

20 May, 2020 11:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

WHOના એક્ઝીક્યૂટિવ બોર્ડના ચેરમેનની જવાબદારી સંભાળશે ડૉ. હર્ષ વર્ધન

કેન્દ્રીય સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષ વર્ધન

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના સંકટ વચ્ચે વિશ્વભરમાં ભારતનું માન વધ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષ વર્ધન વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના 35 સભ્યોની એક્ઝીક્યૂટિવ બોર્ડના આગામી ચેરમેન તરીકે ચૂંટાયા છે. તેઓ જાપનના ડૉ. હિરોકીનું સ્થાન લેશે અને 22 મેથી પોતાની જવાબદારી સંભાળશે.

પીટીઆઈ મુજબ, ભારત તરફથી ડૉ. હર્ષ વર્ધનનું નામ દાખલ કરવામાં આવ્યું હતું અને મંગળવારે તેમના નામ પર 4 દેશોની હેલ્થ એસમ્બલીમાં નિર્વિરોધ નિર્ણય લેવાયો હતો. આ પહેલા WHOના સાઉથ-ઇસ્ટ એશિયા ગ્રુપમાં ત્રણ વર્ષ માટે ભારતને બોર્ડ મેબ્સર્સમાં સામેલ કરવા પર સહમતિ સધાઈ હતી. ચેરમેન બન્યા બાદ ડૉ. હર્ષવર્ધન એક્ઝીક્યૂટિવ બોર્ડની મીટિંગની અધ્યક્ષતા કરશે.

WHOના એક્ઝીક્યૂટિવ બોર્ડના ચેરમેનનું પદ અનેક દેશોના અલગ-અલગ ગ્રુપમાં એક-એક વર્ષ માટે આપવામાં આવે છે. ગયા વર્ષે નક્કી થયું હતું કે આગામી એક વર્ષ માટે આ પદ ભારત પાસે રહેશે એક્ઝીક્યૂટિવ બોર્ડની મીટિંગ વર્ષમાં બે વાર એટલે કે જાન્યુઆરી મહિનામાં અને મે મહિનાના અંતમા યોજાય છે.

નાક, કાન અને ગળાના રોગોના સ્પેશ્યાલિસ્ટ ડૉ. હર્ષ વર્ધન મૂળ દિલ્હીના રહેવાસી છે. તેમણે દરિયાગંજની એન્ગ્લો સંસ્કૃત વિક્ટોરિયા જ્યૂબિલી સીનિયર સેકન્ડરી સ્કૂલમાંથી 1971માં અભ્યાસ પૂરો કર્યો હતો. MBBS અને માસ્ટર ઓફ સર્જરી (MS) ડૉ. હર્ષ વર્ધનને બે દીકરા અને એક દીકરી છે. મોટા દીકરાએ પણ MBBS કર્યું છે.

national news world health organization