કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને કરી સ્પષ્ટતા

03 January, 2021 01:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને કરી સ્પષ્ટતા

આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન

કોરોના વાઇરસ પ્રતિરોધક રસી આપવાના પ્રથમ તબક્કામાં કોરોના વૉરિયર્સને આવરી લેવામાં આવશે. એક કરોડ હેલ્થ વર્કર્સ અને બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને વિનામૂલ્ય રસી આપવામાં આનનાર હોવાનું કેન્દ્ર સરકારના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને જણાવ્યું હતું.

કોરોના ઇન્ફેક્ટેડ દરદીઓના આંકડામાં અમેરિકા પછી બીજા ક્રમે ભારત હોવાથી વૅક્સિનેશન તથા અન્ય સંબંધિત બાબતોમાં આરોગ્ય પ્રધાનના વિધાનો મહત્ત્વપૂર્ણ છે. પહેલા તબક્કામાં કુલ ૩૦ કરોડ લોકોને રસી આપવામાં આવશે. બાકીના ૨૭ કરોડને રસી કેટલા રૂપિયામાં આપવામાં આવશે એનો નિર્ણય બાદમાં લેવામાં આવશે.

national news coronavirus covid19