Budget 2020: મહિલાઓનું બરાબર ધ્યાન રાખ્યું છે નિર્મલા સીતારમણે

02 February, 2020 10:18 AM IST  |  New Delhi

Budget 2020: મહિલાઓનું બરાબર ધ્યાન રાખ્યું છે નિર્મલા સીતારમણે

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટ ૨૦૨૦-૨૧માં મહિલાઓ માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહિલાઓની માતા બનવાની ઉંમર નક્કી કરવા અંગેની સરકારે જાહેરાત કરી છે આ માટે સરકારે ૬૦૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. મહિલાઓથી જોડાયેલી સુવિધાઓ માટે ૨૮ હજાર ૬૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા. ૩૫ હજાર ૬૦૦ કરોડ પોષાહાર યોજનાઓ માટે ફાળવ્યા.

આ વખતનું બજેટમાં મહિલાઓને ખાસ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. બાળમૃત્યુ દર અને માતા મૃત્યુદર ઘટાડવા માટે સરકાર મહિલાઓની માતા બનવાની નક્કી કરવામાં આવશે.

ગર્ભવતી મહિલાઓ અને જન્મનાર બાળકોની સુરક્ષા માટે જ ખાસ ૧ લાખ રૂપિયાથી વધુ ગ્રામપંચાયતને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવશે. આ માટે સરકારે ૬૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ફાળવ્યા છે. બેટી બચાઓ બેટી પઢાઓ પ્રોગ્રામને સફળ બનાવવા માટે આ યોજનાને લંબાવવામાં આવી છે. મહિલાઓની માતા બનવાની ઉંમર સરકાર નક્કી કરશે. મહિલાના પ્રસુતી વખતે માતા અને બાળકોના મૃત્યુદર ઘટાડવા માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી સગર્ભા મહિલાઓનો મૃત્યુદર અને જન્મવખતે બાળ મૃત્યુદર ઘટાડી શકાય. મહિલાની માતા-બનવાની ઉંમર નક્કી કરવા બાબતે સરકાર ટાસ્કફોર્સ બનાવી ૬ મહિના પછી આ મુદ્દે રિપોર્ટ તૈયાર કરશે. ૧૦ કરોડ પરિવારોના પોષણની જાણકારી માટે ૬ લાખથી વધુ આંગણવાડી મહિલાઓને સ્માર્ટફોન આપવામાં આવશે.

national news nirmala sitharaman budget 2020 railway budget