મંદીની ઘેરી અસર : બેરોજગારી દર ચાર મહિનાની ટોચે પહોંચી

03 March, 2020 11:14 AM IST  |  Mumbai Desk

મંદીની ઘેરી અસર : બેરોજગારી દર ચાર મહિનાની ટોચે પહોંચી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં બેરોજગારીની સ્થિતિમાં કોઈ સુધારણા જોવા મળી નથી. ફેબ્રુઆરીમાં ભારતનો બેરોજગારી દર ૭.૭૮ ટકા પહોંચી ગયો છે. આ આંકડા છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીએ ડેટા જાહેર કરી જાણકારી આપી છે.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૨૦૧૯ના ચાર મહિનામાં બેરોજગારીનો દર ૭.૫ ટકા હતો. બીજી બાજુ બેરોજગારીનો દર ઑગષ્ટ અને ઑકટોબર ૨૦૧૯માં ૮ ટકાને પાર કર્યો હતો. સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકૉનૉમીના ડેટાનું માનીએ તો ભારતના ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારી દર ફેબ્રુઆરીમાં વધીને ૭.૩૭ ટકા પહોંચી ગયો છે. બીજી બાજુ શહેરી વિસ્તારમાં તે ૯.૭૦ ટકાથી ૮.૬૫ ટકા પર આવી ગયો છે. બીજી બાજુ ગ્રામીણ અને શહેરી બેરોજગારી દર વચ્ચેના અંતરમાં વધારો થયો છે.
સીએમઆઇઇના આંકડાના જણાવ્યા મુજબ ગ્રામીણ ક્ષેત્રોમાં બેરોજગારી દર છેલ્લા મહિનાના ૫.૯૭ ટકાની સરખામણીએ ફેબ્રુઆરીમાં વધીને ૭.૩૭ ટકા થયો છે. બીજી બાજુ શહેરી ક્ષેત્રોમાં તે છેલ્લા દર ૯.૭૦ની સરખામણીએ ઘટીને ૮.૬૫ ઉપર આવ્યો છે.

જાન્યુઆરીમાં ૨૦૨૦માં ગ્રામીણ બેરોજગારી ૬ ટકા હતી અને ડિસેમ્બર ૨૦૧૯માં તે ૮ ટકા પર પહોંચી ગયો હતો. ગ્રામીણ ભારતમાં બેરોજગારીમાં ખૂબ જ ઘટાડો થયો છે. બીજી બાજુ શહેરી બેરોજગારીની વાત કરીએ તો જાન્યુઆરી ૨૦૨૦માં તે ખૂબ જ વધી ગયો છે. તે ડિસેમ્બર ૨૦૧૯માં ૯ ટકાની સરખામણીએ ૯.૭ ટકા પર પહોંચી ગયો છે. બીજી બાજુ તે ઑગસ્ટ ૨૦૧૯માં ૯.૭૧ ટકા હતો અને હવે તે ૯.૭૧ ટકાની નજીક છે.

national news indian economy