દેહરાદૂનના યુટ્યુબરે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને સુસાઇડનો પ્રયાસ કર્યો

09 March, 2026 03:22 PM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

૧૫૦ કિલોમીટરની ઝડપે કાર ડિવાઇડર પર ચડાવી દીધી

દેહરાદૂનના યુટ્યુબરે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને સુસાઇડનો પ્રયાસ કર્યો

દેહરાદૂનના જાણીતા યુટ્યુબર અનુરાગ ડોભાલે શનિવારે રાત્રે લગભગ ૭ વાગ્યાની આસપાસ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સોશ્યલ મીડિયામાં લગભગ ૭૦ લાખ ફૉલોઅર્સ ધરાવતો અનુરાગ ઉત્તર પ્રદેશના મેરઠ હાઇવે પર કાર-ડ્રાઇવિંગ કરતી વખતે લાઇવ થયો હતો અને એકદમ ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે ‘ચાલો, ફાઇનલ ડ્રાઇવ માટે જઈએ.’ આ દરમ્યાન તેણે પોતાને ઘણી વાર થપ્પડ મારી હતી. માતાનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું હતું કે ‘મમ્મી, જો હું મારા આગામી જીવનમાં આવું તો મને પ્રેમ આપજે, મને ખરેખર પ્રેમની જરૂર છે. કોઈ લોકો બાકી નથી, હું કોને ફોન કરું?’ અનુરાગે તેની કારને લગભગ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવી હતી અને ડિવાઇડર પર ચડાવી દીધી હતી. ટક્કર પછી તરત જ ઇન્સ્ટાગ્રામ લાઇવ બંધ થઈ ગયું હતું. અનુરાગ ડોભાલને UK07 રાઇડર તરીકે ઓળખવામાં આવે છે અને તે બિગ બૉસ 17માં સ્પર્ધક પણ રહી ચૂક્યો છે. ઘાયલ અનુરાગને મેરઠની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.   

suicide youtube road accident social media national news