વિવિધતામાં એકતા, બે મુસ્લિમ વિદ્યાર્થીઓએ જીતી રામાયણ પરની ઓનલાઈન ક્વિઝ

08 August, 2022 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તર કેરળ જિલ્લાના વાલાંચેરીમાં KKSM ઈસ્લામિક અને આર્ટસ કોલેજમાં આઠ વર્ષના અભ્યાસક્રમ (વફી પ્રોગ્રામ)ના અનુક્રમે પાંચમા અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ બાસિત અને જબીર ગયા મહિને યોજાયેલી ક્વિઝના પાંચ વિજેતાઓમાં હતા.

બે મુસ્લિમ વિદ્યાર્થીઓએ જીતી રામાયણ પરની ઓનલાઈન ક્વિઝ

કહેવાય છે કે ભારત એક એવી જગ્યા છે જ્યાં વિવિધતામાં એકતા છે. અહીં સદીઓથી અનેક ધર્મો અને સંપ્રદાયોના લોકો સાથે રહે છે. જો કે રાજકારણના મામલામાં કટ્ટરતા જોવા મળી રહી છે. પરંતુ અહીં રહેતા લોકોએ ક્યારેય એકતાનો દોર તૂટવા દીધો નથી. ખરેખર, સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. આ સમાચારમાં જોઈ શકાય છે કે બે મુસ્લિમ વિદ્યાર્થીઓએ રામાયણ પરની ક્વિઝ જીતી લીધી છે. સોશિયલ મીડિયા પર આ અંગે અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. 

મળતી માહિતી અનુસાર, ઉત્તર કેરળ જિલ્લાના વેલાંચેરીમાં KKSM ઈસ્લામિક અને આર્ટસ કોલેજમાં આઠ વર્ષના અભ્યાસક્રમ (વફી પ્રોગ્રામ)ના અનુક્રમે પાંચમા અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ બાસિત અને જબીર છેલ્લી યોજાયેલી ક્વિઝના પાંચ વિજેતાઓમાં સામેલ હતા. રામાયણ ક્વિઝમાં ઇસ્લામિક કોલેજના વિદ્યાર્થીઓની જીતે વ્યાપક મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું, જેના પગલે વિવિધ ક્ષેત્રના લોકોએ બંનેને અભિનંદન આપવાનું શરૂ કર્યું છે.

આ પોસ્ટને સોશિયલ મીડિયા પર 82 હજારથી વધુ લાઈક્સ મળી હતી. તે જ સમયે, આ પોસ્ટ પર ઘણા લોકોની ટિપ્પણીઓ પણ જોવા મળી હતી. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, `ખરેખર આ બે બાળકોએ સાબિત કર્યું કે જ્ઞાન ગમે ત્યાંથી લઈ શકાય છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, `આ અમારું અસલી હિન્દુસ્તાન છે.    

national news kerala