ઓડિશામાં ઉડ્ડયન દરમ્યાન ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, મહિલા પાઇલટનું મોત

09 June, 2020 02:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઓડિશામાં ઉડ્ડયન દરમ્યાન ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, મહિલા પાઇલટનું મોત

ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાં ટૂ સીટર ટ્રેનર વિમાન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ધટનામાં મહિલા ટ્રેઇની પાઇલટ અને તેના ઇન્સ્ટ્રકટરનું મોત થઈ ગયું છે. ઢેંકનાલ એડીએમ બી. કે. નાયકે જણાવ્યું કે ટ્રેનર એરક્રાફ્ટ બિરાસલ સ્થિત સરકારી એવિએશન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (જીએટીઆઈ)ની અૅરસ્ટ્રિપર ક્રેશ થઈ ગયું હતું. બન્નેને કમાખ્યાનગર સ્થિત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

દુર્ઘટના સવારે સાડા છ વાગ્યે બની હતી. મૃતકોની ઓળખ મહિલા ટ્રેઇની પાઇલટ અનીશ ફાતિમા (૨૦) અને ટ્રેનર સંજીવકુમાર ઝા તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ એરક્રાફ્ટ ટેક ઑફ દરમ્યાન ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટનાના કારણો અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

ઢેંકનાલના એસપી અનુપમા જેમ્સે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ ચાલી રહી છે, ઘટના સોમવારે સવારે બની હતી. એરક્રાફ્ટ ટેક ઑફ વખતે જ ક્રેશ થઈ ગયું હતું. બન્નેના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યા છે.

national news odisha