શ્રીનગરમાં આંતકવાદી હુમલો, CRPFના બે જવાન શહીદ, ત્રણ ગંભીર

05 October, 2020 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

શ્રીનગરમાં આંતકવાદી હુમલો, CRPFના બે જવાન શહીદ, ત્રણ ગંભીર

શ્રીનગરમાં આંતકવાદી હુમલો, CRPFના બે જવાન શહીદ, ત્રણ ગંભીર

દક્ષિણ કાશ્મીર (kashmir)ના પુલવામા (Pulwama)માં આતંકવાદીઓએ તંગન બાયપાસ રોડ પર પોલીસ (Police) અને સીઆરપીએફ (CRPF)ની રોડ ઓપનિંગ પાર્ટી પર હુમલો કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફની 11 બટાલિયનના બે જવાન શહીદ થઈ ગયા છે જ્યારે ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. શહીદ સીઆરપીએફ (CRPF) જવાનોની ઓળખ ચાલર ધીરેન્દ્ર (Dhirendra) અને કૉન્સ્ટેબલ શૈલેન્દ્ર કુમાર (Constable Shailendra Kumar) તરીકે થઈ છે.

લગભગ 25 મિનિટ સુધી ફાયરિંગ થઈ અને ત્યાર પછી આતંકવાદીઓ નાસી છૂટ્યા. પોલીસને આશા છે કે આતંકવાદીઓ વધારે દૂર નહીં ગયા હોય. તે આસપાસના વિસ્તારોમાં જ છુપાયેલા છે. જો કે, સુરક્ષાદળોએ રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનોનું આવાગમન બંધ કરી ફરાર આતંકવાદીઓની શોધ માટે સર્ચ ઑપરેશન શરૂ કરી દીધું છે. હુમલામાં બેથી ત્રણ આતંકવાદી સામેલ થવાની વાત કહેવામાં આવી રહી છે. તો ઇજાગ્રસ્ત જવાનોને 92 બેઝ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓએ આ હુમલો પંપોરમાં તંગન બાયપાસ પર સ્થિત કંડીજાલ પુલ પાસે પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત દળ પર વાર કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ પરથી દરરોજ સૈન્ય વાહન પસાર થાય છે. તેમની સુરક્ષાની ચોકસાઇ માટે સીઆરપીએફની 110 બટાલિયનની રોડ ઓપનિંગ પાર્ટી તેમજ પોલીસના કેટલાક જવાન અહીં તૈનાત કરવામાં આવ્યા હતા. આતંકવાદી નાકા પાસે છુપાયેલા હતા. તેમણે તક જોઇને સુરક્ષાદળો પર એકાએક હુમલો કર્યો.

હુમલામાં બેથી ત્રણ આતંકવાદીઓ સામેલ હોવાની શંકા છે. સુરક્ષા દળ પર એકાએક ગોળીબારમાં સીઆરપીએફના પાંચ જવાન ઘાયલ થયા. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર સતત લગભગ 25 મિનિટ સુધી ગોળીબાર કર્યો. જ્યારે સુરક્ષાદળોએ હુમલાવરો પર પલટવાર કર્યો ત્યારે આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા. ઇજાગ્રસ્ત સીઆરપીએફ જવાનોને 91 બેઝ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં બે જવાનોના સારવાર દરમિયાન જીવ ગયા. ત્યારે અન્ય ત્રણ જવાનની સારવાસ હૉસ્પિટલમાં થઈ રહી છે.

national news srinagar jammu and kashmir terror attack