વડાપ્રધાન મોદીનું નવું BOEING-777 ટ્રમ્પના પ્લેનને પણ ટક્કર આપશે

04 June, 2020 03:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન મોદીનું નવું BOEING-777 ટ્રમ્પના પ્લેનને પણ ટક્કર આપશે

ફાઈલ તસવીર

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે બે વિશેષ પ્લેન BOEING-777 અમેરિકામાં બનીને તૈયાર થઈ ગયા છે. આ બન્ને પ્લેન સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ભારત આવશે તેવી આશા છે. મળતી માહિતી પ્રમાણે, પહેલું બોઈંગ-777 ઓગસ્ટ મહિનાના અંત સુધી આવશે જ્યારે બીજું સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ભારત આવશે. આ પ્લેન આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા જમીનની સાથે જ હવામાં પણ અભેદ થઈ જશે.

વડાપ્રધાન મોદીના આ સુપર જેટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જેટ જેવી સુરક્ષા કરવામાં આવી છે. આ પ્લેનને એ રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તેમાં કોઈ પણ પ્રકારની મિસાઇલ્ડની કોઈ અસર નહીં થાય. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદની સુરક્ષા માટે એર ઈન્ડિયાના બે બોઈંગ 777-300 પ્લેન ખરીદવામાં આવ્યા હતા. આ માટે ભારતે અમેરિકા સાથે 1300 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. પ્લેનની સાથે જ બે સેલ્ફ પ્રોટેક્શન સૂટ પણ ખરીદવામાં આવ્યા છે. આ સૂટ એર ઈન્ડિયાના પ્લેનમાં લગાડવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે બેમાંથી એક પ્લેન સંપુર્ણ રીતે તૈયાર થઈ ગયું છે અને ઓગસ્ટ મહિના સુધી ભારતમાં આવી જશે. આ બોઈંગ-777 સંપૂર્ણપણે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. તેમાં એવા ખાસ સેન્સર લગાવવામાં આવ્યા છે જે મિસાઇલ હુમલાની તાત્કાલિક સૂચના આપશે. દુશ્મન દેશ પ્લેન પર મિસાઇલથી હુમલો કરશે તો ડિફેન્સિવ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ એક્ટિવ થઈ જશે. એટલું જ નહીં ડિફેન્સ સિસ્ટમમાં ઇન્ફ્રા રેડ સિસ્ટમ, ડિજિટલ રેડિયો ફ્રિક્વન્સી જામર વગેરે લગાડવામાં આવ્યા છે. વડાપ્રધાન માટે તૈયાર કરવામાં આવેલા નવા પ્લેનની તસવીરો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે.

ભારતના વડાપ્રધાન છેલ્લા 26 વર્ષોથી એર ઈન્ડિયાના પ્લેનમાં જ મુસાફરી કરતા આવ્યા છે. હવે 26 વર્ષ બાદ એર ઈન્ડિયાને બદલે બોઈંગ-777 લાવવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે, 777-300 ER પ્લેને ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારતને સોંપવામાં આવ્યા હતા. પરંતુ બન્ને પ્લેનમાં સુરક્ષાનો અભાવ લાગતા અત્યાધુનિક સુવિધાથી સજ્જ કરવા માટે અમેરિકા પરત મોકલવામાં આવ્યા હતા. હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આ પ્લેન ભારતમાં પાછા આવશે.

national news narendra modi ram nath kovind