વિનાશકારી સુનામીને થયા 12 વર્ષ, અઢી લાખ લોકોનો લીધો હતો ભોગ

26 December, 2018 05:23 PM IST  | 

વિનાશકારી સુનામીને થયા 12 વર્ષ, અઢી લાખ લોકોનો લીધો હતો ભોગ

12 વર્ષ પહેલા સુનામીએ મચાવી હતી તબાહી

12 વર્ષ પહેલા, 25 ડિસેમ્બર, 2004, દિવસ શનિવાર. લોકો મોડી રાત સુધી ક્રિસમસનો જશ્ન મનાવી મીઠી નિંદર માણી રહ્યા હતા. બીજા દિવસે રવિવારની રજા હોવાના કારણે ક્રિસમસની ઉજવણી મોડી રાત સુધી ચાલી હતી. વીકેંડ પર ક્રિસમસ અને પછી નવા વર્ષનો જશ્ન મનાવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસરીઓ ભારતીય સમુદ્રના કિનારે હતા. મોટાભાગની જગ્યાઓ પર રવિવારે પણ ક્રિસમસનો ધમાકેદાર જશ્ન થવાનો હતો. પણ તેના કેટલાક કલાકો પહેલા ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યેને 28 મિનિટે રમણીય સમુદ્ર કિનારાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.

 

રમણીય સમુદ્રએ ધારણ કર્યું હતું રૌદ્ર સ્વરૂપ



એ વખતે મોટાભાગના લોકો પોતાના હોટેલ કે ઘરમાં આરામ કરી રહ્યા હતા, તેઓ પણ સમુદ્રમાં ઉઠી રહેલી 30 મીટર એટલે કે 100 ફીટ ઉંચી લહેરોને જોઈને ડરી ગયા. એ પહેલા કે લોકો કાંઈ સમજી શકે સુનામીની વિશાળ લહેરોએ ભારત સહિત હિન્દ મહાસાગરના કિનારે આવેલા 14 દેશોમાં તબાહી મચાવી દીધી હતી. તટીય વિસ્તારમાં આવેલા ક્ષેત્રોમાં કેટલાય કિલોમીટર અંદર સુધી સમુદ્ર પહોંચી ચુક્યો હતો અને તેની લહેરોમાં વહી રહ્યા હતા મોટા મોટા પુલ, ઘર, ઈમારતો, ગાડીઓ અને માણસો.

લગભગ 150 વર્ષ બાદ, 26 ડિસેમ્બર 2004ના દિવસે સુમાત્રા દ્વીપમાં 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને હિંદ મહાસાગરમાં ઉઠેલા સુનામીમાં દુનિયાભરમાંથી લગભગ અઢી લાખ લોકો માર્યા ગયા હતા. એકલા ભારતમાં જ 16 હજાર 279 લોકોના મોત થયા હતા. આપત્તિ એટલી મોટી હતી કે દિવસો સુધી મૃતદેહો મળી રહ્યા હતા. હજુ પણ અનેક લોકોનો પતો નથી મળ્યો. 12 વર્ષ પહેલા સમુદ્રના રસ્તે આવેલી એ તબાહીના ઘા હજુ પણ રુઝાયા નથી.

સુમાત્રાથી આવી રીતે ભારત પહોંચ્યો હતો સુનામી

સુમાત્રામાં સમુદ્રની નીચે આવેલી બે પ્લેટ વચ્ચે આવેલી તિરાડો ખસવાના કારણે ઉત્તર થી દક્ષિણ તરફ પાણીની લગભગ એક હજાર કિલોમીટર લાંબી દીવાલ જેવું બની ગઈ હતી. સુનામી ભૂકંપના કેંદ્રની ચારેય તરફ ન ફેલાયો, તે પૂર્વથી પશ્ચિમ તરફ આવ્યો. ભૂકંપના પહેલા કલાકમાં 15 થી 20 મીટરની લહેરોએ સુમાત્રાના ઉત્તરીય તટને બરબાદ કરી દીધો. થોડા કલાકોમાં ભારતના અંદમાન નિકોબાર ટાપુ પર સુનામીની લહેરોએ કહેર વરસાવવાનું શરૂ કરી દીધું. જે બાદ પૂર્વ તરફ આગળ વધી રહેલા સુનામીએ થાઈલેંડ અને બર્માના કિનારા પર તબાહી મચાવી દીધી.

 

કાર, ઘર કે માણસો સુનામીમાં તણખલાની જેમ વહી ગયા


શરૂઆતના બે કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધી રહેલા સુનામીની લહેરોએ શ્રીલંકા અને દક્ષિણ ભારતને પોતાની ચપેટમાં લઈ લીધું હતું. ત્યાં સુધી પ્રભાવિત દેશોએ સુનામીથી આવેલી તબાહીના અહેવાલો આપવાની તો શરૂઆત કરી દીધી હતી. પરંતુ કોઈ પણ દેશ પાસે તેમની પાસે સામનો કેવી રીતે કરવી તેની જાણકારી નહોતી. માલદ્વીપ અને સેશલ્સ ટાપુ પર સુનામીએ સાડા ત્રણ કલાક બાદ દસ્તક આપી, પરંતુ તો પણ તેઓ તૈયાર નહોતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2004માં આવેલા સુનામીમાં નવ હજાર પરમાણુ બોંબ જેટલી તાકાત હતી.

tsunami