૨૬ ઑક્ટોબરે થશે સુનામીની ચેતવણીની સાયરનની ટેસ્ટ

24 October, 2015 04:14 AM IST  | 

૨૬ ઑક્ટોબરે થશે સુનામીની ચેતવણીની સાયરનની ટેસ્ટ


આ સાયરન અને ડિજિટલ ઇલેક્ટ્રૉનિક બોર્ડ સિસ્ટમ હિન્દ મહાસાગરમાં સુનામીના જોખમ વિશે આગોતરી ચેતવણી આપવાના એક ભાગરૂપ છે. આ સાયરન ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં દરેક દિશામાં વાગશે અને એ એક મિનિટ સુધી સતત વાગતી રહેશે. આ સિસ્ટમ વેસ્ટર્ન નેવલ કમાન્ડની વેધશાળામાં ઇન્ડિયન નૅશનલ સેન્ટર ફૉર ઓશન ઇન્ફર્મેશન સર્વિસિસ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.

એક વાર આ ટેસ્ટ સફળ સાબિત થતાં આ સાયરનને ઇન્ડિયન નૅશનલ સેન્ટર ફૉર ઓશન ઇન્ફર્મેશન સર્વિસિસ હૈદરાબાદ સાથે જોડવામાં આવશે અને ત્યાંથી રિમોટ દ્વારા સંચાલિત થશે અને સ્થાનિક વિસ્તારોમાં સુનામીનો ભય જણાતાં એ કાર્યરત થશે. 

આ ટેસ્ટ સફળ સાબિત થયા બાદ ૧ નવેમ્બરથી બીજા અને ચોથા શનિવારે બપોરે ૧૨ અને ૧૨.૧૦ વાગ્યે નિયમિત સાયરન વગાડવામાં આવશે.