લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ, બિલના પક્ષમાં પડ્યા 303 વોટ

25 July, 2019 06:52 PM IST  |  નવી દિલ્હી

લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ, બિલના પક્ષમાં પડ્યા 303 વોટ

લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ

લોકસભામાં ત્રણ તલાક બિલ પસાર થઈ ગયું છે. બિલના પક્ષમાં 303 મત પડ્યા છે. જ્યારે તેની વિરુદ્ધમાં 82 મત પડ્યા છે. ટીએમસી સાંસદોએ મતદાનનો બહિષ્કાર કરતા સદનમાંથી વૉક આઉટ કર્યું હતું.

જાણો આજના દિવસની મહત્વની અપડેટ્સ

-ત્રણ તલાક બિલ લોકસભામાં પસાર થયું. 303 વિરુદ્ધ 82  મતથી આ બિલ પસાર થયું છે.

-ત્રણ તલાક બિલ પર ચાલી રહેલા મતદાન પર ટીએમસીએ સદનમાંથી વૉક આઉટ કર્યું અને મતદાનમાં ભાગ ન લીધો.

-કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ત્રણ તલાકના મામલામાં સ્ટેક હોલ્ડર માત્ર પીડિત મુસ્લિમ મહિલાઓ છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ નથી.

-ત્રણ તલાક બિલ પર રવિશંકર પ્રસાદે કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ કહ્યું કે જે પણ તલાકની પુરી પ્રક્રિયાનું પાલન નહીં કરે તેને જેલ થશે.

-કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, '24 જુલાઈ સુધીમાં નિર્ણય બાદ 345 મામલાઓ સામે આવ્યા છે. શું આપણે તે મહિલાઓને રસ્તા પર છોડી દેવી જોઈએ? હું નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી છું અને રાજીવ ગાંધીની સરકારમાં નહીં.'

Lok Sabha ravi shankar prasad national news