પરિવહન મંત્રાલય રસ્તાઓ માટે નવી ટેકનોલોજી પર વિચાર કરી રહ્યું છે: નીતિન ગડકરી

16 September, 2021 04:29 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

નીતિન ગડકરી કહ્યું કે તેમનું મંત્રાલય રસ્તાઓના નિર્માણ માટે નવી ટેકનોલોજી અપનાવવા અને સ્ટીલ અને સિમેન્ટના ઉપયોગને ઘટાડવા પર વિચાર કરી રહ્યું છે.

નીતિન ગડકરી

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે સોહનામાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. નીતિન ગડકરી 1,380 કિલોમીટર લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય રસ્તાઓના નિર્માણ માટે નવી ટેકનોલોજી અપનાવવા અને સ્ટીલ અને સિમેન્ટના ઉપયોગને ઘટાડવા પર વિચાર કરી રહ્યું છે.  

નીતિન ગડકરીએ કહ્યું કે પરિવહન મંત્રાલય વિકસિત દેશોમાં ઉપયોગમાં લેવાતા સ્ટીલ ફાઇબર જેવી નવી ટેકનોલોજી પર વિચાર કરી રહ્યું છે, જેથી સ્ટીલ અને સિમેન્ટનો ઉપયોગ ઘટાડી શકાય. તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીથી સોહનાને જોડતા રસ્તાનો એક વિભાગ, જે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો ભાગ છે, આશ્રમ ચોક પાસે રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે. મંત્રીએ ઉમેર્યું હતું કે ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હીમાં  50,000 કરોડના 15 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે.

ગડકરીએ આશા વ્યક્ત કરી હતી કે 98000 હજાર કરોડના ખર્ચે વિકસાવવામાં આવતો એક્સપ્રેસ વે માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે.

ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે-દિલ્હી અને મુંબઈ વચ્ચે જોડાણ વધારનાર-દિલ્હીના શહેરી કેન્દ્રોને કોરિડોરના દિલ્હી-ફરીદાબાદ-સોહના વિભાગ દ્વારા જેવર એરપોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટથી મુંબઈ સુધી જોડશે. આ એક્સપ્રેસ વે, જે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના છ રાજ્યોમાંથી પસાર થશે. 

national news nitin gadkari