ટ્રેનનો અકસ્માત થાય ત્યારે શું કરવું? ટ્રેનમાં મુસાફરી સમયે વીમો છે જરુરી, મળશે માત્ર ૧ રુપિયામાં

17 June, 2024 03:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Train Travel Insurance: એક રૂપિયાથી ઓછામાં મળે છે લાખોનો વીમો, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વીમો શા માટે જરૂરી છે તે જાણી લો

આજે સવારે પશ્ચિમ બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસના અકસ્માતની તસવીર

સોમવારે પશ્ચિમ બંગાળ (West Bengal) થી ટ્રેન ­દુર્ઘટનાના મોટા સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માત ન્યૂ જલપાઈગુડી (New Jalpaiguri) માં થયો હતો. આ દુર્ઘટનામાં માલગાડી કંચનજંગા એક્સપ્રેસ (Kanchanjungha Express) સાથે અથડાઈ હતી જેમાં ટ્રેનની ઘણી બોગીને નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોતના અહેવાલ છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

રેલવે અકસ્માતોમાં મોટા પાયે જાન-માલનું નુકસાન થાય છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મુસાફરો માટે ટ્રેન વીમા (Train Travel Insurance) ની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પણ મોટાભાગના લોકો આ બાબતથી અજાણ છે. ત્યારે રેલવેમાં મુસાફરી કરતા દરેક વ્યક્તિએ વીમા વિશે જાણવાની ખાસ જરુર છે.

ભારતીય રેલવેએ મુસાફરો માટે ટ્રેન વીમા સુવિધા કરી રાખી છે. આ વીમાનું પ્રીમિયમ માત્ર ૪૫ પૈસા છે અને તે ૧૦ લાખ રૂપિયા સુધીનું કવર પૂરું પાડે છે. ઘણા મુસાફરો આ વીમા વિશે જાણતા નથી, જેના કારણે તેઓ તેનો લાભ ઉઠાવી શકતા નથી. એટલે આજે અમે તમને ટ્રેન મુસાફરી વીમા વિશે વિગતવાર જણાવીશું.

શું છે ટ્રેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ?

ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે રેલવે ઇન્શ્યોરન્સનો વિકલ્પ છે. વીમા વિકલ્પ પસંદ કર્યા પછી, મુસાફરોના મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી પર એક સંદેશ મોકલવામાં આવે છે. આ મેસેજમાં વીમા કંપનીનું નામ અને પ્રમાણપત્ર નંબર છે જે દાવા સમયે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત વીમા કંપનીનો હેલ્પલાઇન નંબર પણ છે જ્યાંથી પૂછપરછ કરી શકાય છે.

હવે વીમો ક્યારે મેળવવો તે પ્રશ્ન આવે છે, જ્યારે પણ ટ્રેન પાટા પરથી ઉતરી જવા અથવા બીજી ટ્રેન સાથે અથડામણ જેવી રેલ દુર્ઘટના થાય છે, ત્યારે આવા અકસ્માતમાં રેલ મુસાફરી વીમાનો લાભ મળે છે. પરંતુ જો પ્રવાસ દરમિયાન કોઈ મુસાફર આત્મહત્યા કે અન્ય કોઈ દુર્ઘટનાનો શિકાર બને છે, તો ભારતીય રેલવે વીમો આપતું નથી.

રેલવે ઇન્શ્યોરન્સનો લાભ તમામ શ્રેણીના મુસાફરો માટે ઉપલબ્ધ છે. પરંતુ જો યાત્રીએ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી હોય તો તેને વીમાનો લાભ નહીં મળે. એટલે કે, વીમો માત્ર ઓનલાઈન ટિકિટ બુકિંગ પર ઉપલબ્ધ છે. આ સિવાય બાળકો માટે અડધી ટિકિટ પર પણ વીમો ઉપલબ્ધ નથી.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો લાભ માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મળે છે. એનો ાર્થ એ કે, વેઇટિંગ ટિકિટ ધરાવનારાઓને આ વીમાનો લાભ મળતો નથી.

ટ્રેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો દાવો કરવાની પ્રક્રિયા શું છે?

ટ્રેન અકસ્માતના ચાર મહિનાની અંદર વીમા માટેનો દાવો કરી શકાય છે. ઇજાગ્રસ્ત વ્યક્તિ, નોમિની અથવા તેના વારસદાર વીમાનો દાવો કરી શકે છે. વીમા દાવા માટે, વ્યક્તિએ વીમા કંપનીને અરજી કરવી પડશે અને સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા પડશે.

જો કોઈ યાત્રી ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા સંપૂર્ણપણે અક્ષમ થઈ જાય છે, તો તેને ૧૦ લાખ રૂપિયા સુધીનો દાવો મળે છે. તે જ સમયે, કાયમી ધોરણે અક્ષમ પેસેન્જરને .૫ લાખ અને ઇજાગ્રસ્ત મુસાફરને સારવાર માટે ૨ લાખનો દાવો મળે છે.

ઇન્શ્યોરન્સ ક્લેમ કરવા માટે આ દસ્તાવેજો જરૂરીઃ

રેલ્વે ઓથોરિટી દ્વારા જારી કરાયેલા અકસ્માતનો પુષ્ટિ થયેલ અહેવાલ હોવો જોઈએ.

અકસ્માતના દાવાના ફોર્મ પર નોમિની અને કાનૂની વારસદાર દ્વારા સહી કરવી આવશ્યક છે.

વિકલાંગ મુસાફરે અકસ્માત પહેલા અને પછીના ફોટોગ્રાફ સબમિટ કરવાના રહેશે.

યાત્રીએ હોસ્પિટલમાં દાખલ થવા સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.

ડૉક્ટરનો ફાઈનલ રિપોર્ટ જોડવાનો રહેશે.

તમામ બિલ પર નંબર, સહી અને સ્ટેમ્પ હોવો જરૂરી છે.

રેલ્વે અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરની વિગતો ધરાવતો સત્તાવાર અહેવાલ પણ જોડવાનો રહેશે.

NEFT વિગતો અને કેન્સલ ચેક પણ સબમિટ કરવાનો રહેશે.

હવે, તમને ખબર પડીને ટ્રેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સના કેટલા ફાયદા છે તો ચોક્કસ કઢાવવાનું ભૂલતા નહીં.

train accident indian railways national news india