PM 15 ફેબ્રુઆરીના રોજ દેશની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારતને આપશે લીલી ઝંડી

07 February, 2019 12:52 PM IST  | 

PM 15 ફેબ્રુઆરીના રોજ દેશની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારતને આપશે લીલી ઝંડી

હાઈ-સ્પીડ ટ્રેન-18

ટ્રેનની 18 સીટો 360 ડિગ્રી ફરી શકે છે.

ભારતમાં બનેલી આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે 160 કિમી પર કલાકની ઝડપે દોડશે.

16 ડબ્બાની આ ટ્રેન 30 વર્ષ જૂની શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ફેબ્રુઆરીના રોજ દેશની પહેલી એન્જિન વગરની ટ્રેન વંદે ભારત (ટ્રેન 18) એક્સપ્રેસને દિલ્હીથી લીલી ઝંડી આપશે. આ ટ્રેન છેલ્લા 30 વર્ષથી દોડતી શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે. ટ્રેન 18ને દેશની સૌથી ઝડપી ટ્રેન કહેવામાં આવી છે. 2 ડિસેમ્બરના કોટા-સવાઈ માધોપુર સેક્શનમાં ટ્રાયલ દરમિયાન ટ્રેન 18એ 180 કિમી પર કલાકની ઝડપ મેળવીને રેકૉર્ડ બનાવ્યો હતો.

97 કરોડના ખર્ચથી 18 મહિનામાં બનાવાઈ આ ટ્રેન

1. રેલ પ્રધાન પીયૂષ ગોયલ પ્રમાણે, આ ટ્રેન 97 કરોડના ખર્ચથી 18 મહિનામાં ચેન્નઈની કોચ ફેક્ટરીમાં બનાવાઈ છે. તેના બધાં જ એટલે 16 ડબ્બા એરકંડિશન્ડ છે. તેની સીટો 360 ડિગ્રી ફરી શકે છે.

2. એમાં બે એક્ઝીક્યુટિવ ચેર કાર છે. આ ટ્રેન દિલ્હીથી વારાણસીના પ્રવાસમાં ફક્ત કાનપુર અને અલાહાબાદમાં રોકાશે.

3. પીયૂષ ગોયલનું કહેવું છે કે - આ ટ્રેનને ભારતીય એન્જીનિયરોએ તૈયાર કરી છે. આ એ વાતનું ઉદાહરણ છે કે મેક ઈન ઈન્ડિયા હેઠળ વિશ્વસ્તરીય ટ્રેન કઈ રીતે તૈયાર કરી શકાય છે.

આ પણ વાંચો : હાઈ-સ્પીડ ટ્રેન-18ની ટિકિટના ભાવ શતાબ્દી એક્સપ્રેસ કરતાં 50 ટકા વધુ

4. શરૂઆતના આયોજનો પ્રમાણે, ટ્રેન 18 દિલ્હીથી સવારે 6 વાગ્યે ઉપડશે અને બપોરે 2 વાગ્યે વારાણસી પહોંચશે. લગભગ 800 કિમીના અંતરને 8 કલાકમાં કાપશે. વારાણસીથી તે દિલ્હી માટે બપોરે 2.30 વાગ્યે ઉપડશે અને રાતે 10.30 વાગ્યે પહોંચશે.

piyush goyal narendra modi delhi national news