૧ કલાકમાં ૧૨ મિનિટથી વધારે જાહેરખબર બતાવી શકાશે નહીં : ટ્રાઈ

15 May, 2012 04:30 AM IST  | 

૧ કલાકમાં ૧૨ મિનિટથી વધારે જાહેરખબર બતાવી શકાશે નહીં : ટ્રાઈ

આ સાથે ટ્રાઇએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે બે બ્રેક વચ્ચેનો સમયગાળો ૧૫ મિનિટથી ઓછો ન હોવો જોઈએ. જ્યારે ફિલ્મોના કેસમાં આ સમયગાળો ઓછામાં ઓછો ૩૦ મિનિટનો હોવો જોઈશે.

 

ટ્રાઇએ જોકે જણાવ્યું છે કે આ નિયમ લાઇવ પ્રસારણને લાગુ નહીં પડે. દર્શકોના હિતમાં ટ્રાઇએ એવો પણ નિયમ બહાર પાડ્યો છે કે ટીવી પર આવતી જાહેરખબરો ફુલ સ્ક્રીન રહેશે એટલે કે હાફ સ્ક્રીન કે કાર્યક્રમમાં અધવચ્ચે આવતી જાહેરખબરોને મંજૂરી આપવામાં આવશે નહીં. જાહેરખબર દરમ્યાન સાઉન્ડમાં પણ અચાનક વધારો કરવામાં આવતો હોય છે. ટ્રાઇએ ટીવી-ચૅનલોને એ માટે પણ મનાઈ ફરમાવી છે.