ટ્રાઈએ એરટેલ અને વોડાફોનના આ પ્લાનને બંધ કરવાનો આપ્યો અદેશ,જાણો શા માટે

13 July, 2020 05:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ટ્રાઈએ એરટેલ અને વોડાફોનના આ પ્લાનને બંધ કરવાનો આપ્યો અદેશ,જાણો શા માટે

પ્રતીકાત્મક તસવીર

ટેલિકૉમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ એરટેલ અને વોડાફોનને પ્રિમિયમ પોસ્ટપેઈડ પ્લાન પર પરતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે. કારણકે આ બન્ને કંપનીઓ  એરટેલ પ્લેટિનમ અને વોડાફોન રેડએક્સ પોસ્ટપેઈડ યોજનાઓ દ્વારા સામાન્ય યુર્ઝની તુલનામાં કેટલાક પસંદ કરેલા યુર્ઝસને હાઈ સ્પીડ ડેટા સાથે સારી સુવિધાઓ પૂરી પાડે છે.

ટ્રાઇએ એરટેલ અને વોડાફોન બન્ને ટેલિકોમ કંપનીને એરટેલ પ્લેટિનમ અને વોડાફોન રેડએક્સ પોસ્ટપેઈડ યોજનાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે એક પત્ર લખીને તેમણે એમ પણ પૂછ્યું છે કે, જો કોઈ ગ્રાહક વધુ ચૂકવણી કરે છે તો તેને સામાન્ય વપરાશકર્તાઓ કરતા વધુ પ્રાધાન્ય કેમ આપવામાં આવી રહ્યું છે? સાથે એમ પણ પૂછવામાં આવ્યું છે કે, અન્ય ગ્રાહકોને કેમ ઓછી સુવિધા આપવામાં આવી રહી છે? આ સિવાય બન્ને કંપનીઓના પત્રમાં એમપણ પૂછવામાં આવ્યું છે કે, સામાન્ય ગ્રાહકોના હિત માટે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે?

ટ્રાઈના આદેશ બાદ એરટેલના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે અમારા ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપી રહ્યા છીએ. અમે પોસ્ટપેઈડ પ્લાનમાં સેવાઓ સાથે અન્ય સેવાઓ પણ વધારવા માગીએ છીએ. ટ્રાઇએ અમને જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો છે.

જ્યારે વોડાફોનના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે અમારા બધા વપરાશકર્તાઓને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વોડાફોન રેડ એક્સ પ્લાન ગ્રાહકોને અનલિમિટેડ કોલ્સ, ડેટા, પ્રીમિયમ એપ્લિકેશન્સ અને આંતરરાષ્ટ્રીય રોમિંગ જેવા પ્લાન મળે છે. અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

તમને જણાવી દઈએ કે, એરટેલનો પ્લેટિનમ પોસ્ટપેઈડ પ્લાન 499 રૂપિયાથી શરૂ થાય છે. ગ્રાહકોને આ પ્લાનમાં 75 જીબી ડેટા રોલઓવર સુવિધા સાથે મળશે. આ ઉપરાંત યુઝર્સ કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કોલ્સ કરવા માટે સક્ષમ હશે. કંપની યુઝર્સને એરટેલ એક્સ્ટ્રીમ, ઝીફાઈવ અને એમેઝોન પ્રાઈમ પ્રીમિયમ એપનું સબ્સ્ક્રિપ્શન પણ આપશે.

જ્યારે વોડાફોનનાં રેડ એક્સ પોસ્ટપેઈડ પ્લાનની કિંમત 1,099 રૂપિયા છે. આ યોજનામાં ગ્રાહકોને અમર્યાદિત હાઈ સ્પીડ ડેટા મળશે. આ ઉપરાંત યુઝર્સ કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કોલિંગ કરી શકશે. કંપની ગ્રાહકોને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ઝીફાઈવ અને વોડાફોન પ્લે પ્રીમિયમ એપનું સબ્સ્ક્રિપ્શન્સ પણ આપશે.

national news airtel vodafone trai