ચાલતા વાહનની ચાવી ન કાઢી શકે પોલીસ, માત્ર આટલો જ છે અધિકાર

01 July, 2019 04:46 PM IST  |  મુંબઈ

ચાલતા વાહનની ચાવી ન કાઢી શકે પોલીસ, માત્ર આટલો જ છે અધિકાર

પ્રતિકાત્મક તસવીર

જો આજકાલ તમે તમારા દ્વીચક્રી વાહનમાં જઈ રહ્યા છો અને એવામાં કોઈ પોલીસ કર્મચારી તમને ચેકિંગ માટે રોકવા તમારો હાથ પકડે છે અથવા તો ચાલતી ગાડીમાંથી ચાવી ખેંચવાનો પ્રયાસ કરે છે. તો એ ખોટું છે. તમે તેની ફરિયાદ પણ કરી શકો છો. જણાવી દઈએ કે, સામાન્ય પરિસ્થિતિઓમાં ટ્રાફિક પોલીસને માત્ર એટલો જ અધિકાર છે કે તેઓ તમને ઈશારો કરીને રોકી શકે છે. તે સિવાય તેઓ કોઈ પણ રીતે જબરદસ્તી ન કરી શકે.

શહેરમાં વાહન ચલાવતા લોકો માટે જ્યારે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું આવે છે ત્યારે સૌથી પહેલા ચાલાનની વાત થાય છે. પણ કેટલાક નિયમો એવા પણ હોય છે જ્યારે વાહન ચાલવનારાઓની મદદ માટે પણ છે. આ નિયમોની જાણકારી વાહન ચાલકો માટે એટલું જ જરૂરી છે જેટલી કે ચાલાનની રકમ. રસ્તા પર તમે વાહન ચલાવી રહ્યા છો તો સૌથી વધા ઝઘડા પોલીસ ચાલતી ગાડીએ જબરદસ્તી ચાવી ખેંચે અથવા તો હાથ પકડીને રોકવાની ઘટનામાં સામે આવે છે, જેનાથી વાહનચાલક દુર્ઘટનાગ્રસ્ત પણ થઈ શકે છે.

સામાન્ય સ્થિતિમાં આવું ન કરી શકે પોલીસ
-ચાલતી ગાડીથી ચાવી ખેંચીને તમને ન રોકી શકે.
-સામેથી આવતા વાહનને રોકવા માટે ચાલતા વાહન ચાલકનો હાથ ન પકડી શકે.
-ચાર પૈડાવાળા વાહનની સામે અચાનક બેરીકેડ્સ ન લગાવી શકે.

તમે કરી શકો છો ફરિયાદ
જો રસ્તા પર ખેંચીને કે દબાણ કરીને પોલીસ જવાન કે ટ્રાફિક વૉર્ડન તમને રોકે છે તો વાહન ચાલક પાસે અધિકાર હોય છે તે વરિષ્ઠ અધિકારીઓ પાસે તેમની ફરિયાદ કરી શકે છે.

કોણ આપી શકે છે ચાલાન?
શહેરમાં જોવામાં આવે છે કે સિપાહી કે હવાલદાર કે આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર સ્તરના પોલીસકર્મીઓ હાથમાં ચલાન લઈને કાર્રવાઈ કરતા રહે છે. પરંતુ અહીં પણ તમે તમારા અધિકારોને જાણો તે જરૂરી છે. જો કોઈ પણ ચેકિંગ પોઈંટ પર સબ ઈન્સ્પેક્ટર અથવા તેની ઉપરના અધિકારી તમારું ચાલાન કાપે તો ઠીક છે.

પણ સબ ઈન્સ્પેક્ટરથી નીચેના રેન્કના પોલીસ કર્મચારીઓ ક્યાંય પણ ચાલાન ન કાપી શકે. એટલા માટે જ્યાં ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોય અને ચાલાન કાપવાનું હોય ત્યાં સબ ઈન્સ્પેક્ટર અથવા તેનાથી ઉંચી રેન્કના અધિકારીઓનું ચાર્જમાં હોવું જરૂરી છે.

national news