CAA : ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક 18ને પાર, નુકસાન ભરપાઈ કરાશે

23 December, 2019 03:07 PM IST  |  Uttar Pradesh

CAA : ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક 18ને પાર, નુકસાન ભરપાઈ કરાશે

File Photo

(જી.એન.એસ.) નાગરિકતા સુધારો અધિનિયમ ૨૦૧૯ (સીએએ) સામે વિરોધ-પ્રદર્શન હજી પણ ચાલી રહ્યું છે. આ અધિનિયમને લઈને ઉત્તર પ્રદેશમાં હિંસક-પ્રદર્શન જોવા મળ્યું છે. હિંસક વિરોધ-પ્રદર્શનમાં મોતનો આંકડો વધીને ૧૮ સુધી પહોંચી ગયો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ઘાયલ પોલીસ-કર્મચારીઓની સંખ્યા ૨૬૩ પર પહોંચી ગઈ છે જેમાં પ્રદર્શન દરમ્યાન ગોળી વાગવાના કારણે ઈજાઓ થતાં ૫૭ પોલીસ જવાન ઘાયલ થયા હતા.

તાજેતરમાં જ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે વિરોધ દરમ્યાન સરકારી સંપત્તિને નુકસાન કરનારાઓની ઓળખ કરવામાં આવશે અને તેમની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે અને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. એને ધ્યાનમાં રાખીને સરકારે ૪ સભ્યોની ટીમ બનાવી છે જે ફાનીઓની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આ ટીમ સરકારી સંપત્તિના નુકસાનનું નિરીક્ષણ કરશે અને આગળનાં પગલાં પર કાર્યવાહી શરૂ કરશે.

યુપીના ૨૧ જિલ્લામાં સોમવાર સુધી ઇન્ટરનેટ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુપીમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી ૨૬૩ પોલીસ જવાન ઘાયલ થયા છે. ૫૭ પોલીસ-કર્મચારીઓને પણ ગોળી વાગી છે જેને વિરોધીઓ દ્વારા ચાલવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૪૦૫ રિવૉલ્વરો મળી આવી છે.

national news uttar pradesh