ભારતમાં યુકેના નવા વાઇરસના ૭૧ કેસ મળ્યા

07 January, 2021 03:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતમાં યુકેના નવા વાઇરસના ૭૧ કેસ મળ્યા

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં બ્રિટનમાંથી ફેલાયેલા નવા પ્રકારના સાર્સ કોવ-2ના પેશન્ટ્સની સંખ્યા વધીને ૭૧ પર પહોંચી હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું. આમાંથી ૫૮ કેસ મંગળવાર સુધી શોધાયા હતા, જ્યારે કે ૧૩ કેસ ગઈ કાલે નવા નોંધાયા હતા. નવા પ્રકારના કોવિડના તમામ પેશન્ટ્સને જે-તે રાજ્યની સરકાર દ્વારા આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા તેમ જ તેમના સંપર્કમાં રહેલા તમામને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હોવાનું મંત્રાલય દ્વારા જણાવાયું હતું.

coronavirus covid19 national news