ઝારખંડમાં ત્રીજા તબક્કામાં ૬૨ ટકા મતદાન, ધોનીએ પણ મતદાન કર્યું

13 December, 2019 12:48 PM IST  |  Jharkhand

ઝારખંડમાં ત્રીજા તબક્કામાં ૬૨ ટકા મતદાન, ધોનીએ પણ મતદાન કર્યું

ધોનીએ કર્યું વોટીંગ (PC : PTI)

(જી.એન.એસ.) નક્સલવાદગ્રસ્ત ઝારખંડની ૮૧ બેઠકો માટે આજે ત્રીજા તબક્કાની ૧૭ બેઠકો માટે સવારના ૭ વાગ્યાથી ભારે સુરક્ષા વચ્ચે ૭૦૧૬ પોલિંગ બૂથમાં મતદાન યોજાયું હતું, જેમાં ૩૬૮૦ બુથ સુરક્ષાની રીતે અતિ સંવેદનશીલ જાહેર કરાયાં હતા અને ત્યાં ભારે બંદોબસ્ત ગોઠવાયો હતો. ૩ વાગ્યા સુધી ૫૭ ટકા મતદાન નોંધાયું હતું. ૧૭ બેઠકો માટે કુલ ૫૬. ૧૮ લાખ મતદારો નોંધાયેલા હતા. ૧૭ બેઠકો માટે બીજેપી-કૉન્ગ્રેસના મળીને કુલ ૩૦૯ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં હતા. રાંચીમાં ભારતના ઑલરાઉન્ડર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ મતદાન કર્યું હતું. ૧ વાગ્યા સુધી ૪૫ ટકા મતદાન હતું, જે ૩ વાગ્યા સુધીમાં વધીને ૫૭ ટકાએ પહોંચ્યું હતું. ખરેખર મતદાનના આંકડો વધીને ૬૨ પર પહોંચી શકે છે. સ્ટીલ માટેના શહેર બોકારોમાં મતદાન માટે લાંબી લાઇનો જોવા મળી હતી. સવારે મતદાન પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ મતદારોને લોકશાહીને મજબૂત બનાવવા મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દ્વારા રાજ્ય અને રાજ્યના રાજકારણની દિશા નિર્ધારિત કરશે એમ પણ રાજકીય સૂત્રોનું માનવું હતું. બીજેપી માટે ત્રીજા તબક્કાનું મતદાન ઝારખંડમાં એના રાજકીય અસ્તિત્વ માટે એક પડકારરૂપ બનશે. એજેએસયુના વડા સુદેશ મહાતો અને જેવીએમ વડા બાબુલાલ મરાંડીની પ્રતિષ્ઠા પણ દાવ પર છે.

ઝારખંડના ત્રીજા તબક્કાની ૧૭ વિધાનસભા બેઠકો પર આજે જ્યાં ચૂંટણી યોજાઈ જેમાં કોડરમા, બરકટ્થા, બારી, બરકાગાંવ, રામગઢ, માંડુ, હજારીબાગ, સિમરિયા, રાજધનવર, ગોમિયા, બર્મો, ઇચ્છાગઢ, સિલ્લી, ખીઝરી, રાંચી, હટિયા અને કાંઠે બેઠકોનો સમાવેશ થાય છે.

jharkhand national news