ટોચના નક્સલવાદી નેતાઓ દેવજી અને મલ્લા રાજીરેડ્ડીએ તેલંગણમાં આત્મસમર્પણ કર્યું

23 February, 2026 10:00 AM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

નાયબ મુખ્ય પ્રધાન વિજય શર્માએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ‘આ એક મહત્ત્વપૂર્ણ સફળતા છે અને આગળની કાર્યવાહી ચાલુ રહેશે`

નક્સલવાદી દેવજી અને મલ્લા.

તેલંગણમાં નક્સલવાદી સંગઠનના ટોચના બે નેતાઓ દેવજી અને મલ્લા રાજીરેડ્ડીએ આત્મસમર્પણ કર્યું છે. સુરક્ષા એજન્સીઓ આને એક મોટી સફળતા માની રહી છે, કારણ કે તેઓ લાંબા સમયથી સંગઠનમાં મહત્ત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા છે. દેવજી નક્સલવાદી સંગઠનની કેન્દ્રીય સમિતિના સચિવ હતા, જ્યારે મલ્લા રાજીરેડ્ડી ભૂતપૂર્વ માઓવાદી પૉલિટ બ્યુરોના સભ્ય હતા.

દેવજી કથિત રીતે બાસવા રાજુની જગ્યાએ કાર્ય કરી રહ્યા હતા અને તેમને એક વરિષ્ઠ મોસ્ટ વૉન્ટેડ નક્સલવાદી માનવામાં આવતા હતા. બન્નેના આત્મસમર્પણથી નક્સલવાદી સંગઠનના ઉચ્ચ સ્તર પર મોટી અસર પડશે. તેમના ૧૭ સાથીઓએ પણ સરેન્ડર કર્યું હતું.

નાયબ મુખ્ય પ્રધાન વિજય શર્માએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ‘આ એક મહત્ત્વપૂર્ણ સફળતા છે અને આગળની કાર્યવાહી ચાલુ રહેશે. કેટલાક વધુ નક્સલવાદીઓ નિષ્ક્રિય છે અને તેમને આત્મસમર્પણ કરવાની ફરજ પાડવામાં આવશે.’

national news india telangana naxal attack Crime News