આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

30 November, 2020 11:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

પ્રતીકાત્મક તસવીર

આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ૩૦ નવેમ્બરે યોજાશે. આ વર્ષે આ વર્ષનું ચોથું ચંદ્રગ્રહણ હશે. વર્ષ ૨૦૨૦માં આ પહેલાં ૧૦ જાન્યુઆરી, પાંચ જૂન અને પાંચ જુલાઈએ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. આ વખતે ગ્રહણ ખાસ રહેશે. આ દિવસે કાર્તિક પૂર્ણિમા છે અને સાથે ગુરુ નાનક દેવનો ૫૫૧મો જન્મદિવસ મનાવાશે. ખગોળવિદોના અનુસાર લગભગ ૪ કલાક ૨૧ મિનિટનું ગ્રહણ રહેશે. ભારતના કેટલાક ભાગમાં આ ચંદ્રગ્રહણને જોવા મળી શકે છે. જેમ કે દેશના પૂર્વ ભાગના કેટલાક લોકો એને જોઈ શકશે એટલે કે ગ્રહણ લખનઉ, પટના અને રાંચી જેવાં શહેરોમાં આસમાન સાફ હશે તો પણ જોવા મળી શકે છે. દિલ્હી, મુંબઈ સહિત દેશના દક્ષિણ ભાગમાં લોકો આ ચંદ્રગ્રહણને જોઈ શકાશે નહીં.

national news