આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે

19 March, 2020 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે

ફાઈલ તસવીર

કોરોના વાઇરસને મામલે દેશમાં જે રીતે ટેન્શન સતત વધી રહ્યું છે તે જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, ગુરુવારે સાંજે રાષ્ટ્રને સંબોધવાનો નિર્ણય લીધો છે. સાંજે 8.00 વાગે નરેન્દ્ર મોદી આ સંબોધન કરશે. વડાપ્રધાને કોરોના વાઇરસને લીધે ખડા થયેલા સંજોગોની સમિક્ષા કરવા બેઠક પણ બોલાવી છે. દેશ સામેના આ મોટા પડકારને નાથવા સરકાર શું કરી રહી છે તથા લોકો પાસેથી શી અપેક્ષા રાખે છે તથા કઇ રીતે જનતાએ તાણમાં ન આવવું તે અંગે વડાપ્રધાન સંબોધન કરશે.
કોરોના સામે સરકાર ત્રણ તબક્કામાં લડત આપે છે. સૌથી પહેલાં તો કોરોનાથી પીડિત લોકોને પારખવા. બીજું સંક્રમિત લોકોને તથા તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેશન વોર્ડમાં રાખવા તથા ત્રીજું કે લોકોને મોટી સંખ્યામાં એક જગ્યાએ એકઠા ન થવા દેવા.
મહારાષ્ટ્રમાં દેશનાં સૌથી વધારે કેસ જોવા મળ્યા છે અને આ આંકડો રાજ્યમાં 47એ પહોંચ્યો છે. નોયડામાં તો 144 કલમ લાગુ કરાઇ જ છે પણ હવે રાજસ્થાનમાં પણ 144ની કલમ લાગુ કરાઇ છે.

coronavirus covid19 narendra modi national news