માયાવતી-અખિલેશ આજે કરશે મહત્ત્વની જાહેરાત

12 January, 2019 09:54 AM IST  | 

માયાવતી-અખિલેશ આજે કરશે મહત્ત્વની જાહેરાત

બસપા અને સપા વચ્ચે ગઠબંધન

ઉત્તર પ્રદેશના રાજકારણમાં ફરી એકવાર ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી 2019માં BJPને હરાવવા માટે બે નક્કર વિરોધીઓ એક મંચ પર આવ્યા છે. આ પહેલા 1993માં મુલાયમ સિંહ યાદવે કાંશીરામ સાથે ગઠબંધન કર્યુ હતું અને હવે અખિલેશ યાદવ અને માયાવતીનાં નેતૃત્વમાં ગઠબંધન થઈ રહ્યું છે. 25 વર્ષ પછી થવા જઈ રહેલા આ ગઠબંધન પર બધાની નજર છે.

લોકસભા ચૂંટણી 2019 માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કરી રહ્યાં છે. 1993માં BJPના પ્રભાવને ઓછુ કરવા આ પહેલા પણ બન્ને પાર્ટીઓ જોડે આવી છે. ભાજપની તમામ તૈયારીઓને બેકાર બનાવવા માટે બન્ને પાર્ટીઓએ નવી યોજના બનાવી છે. ઉત્તર પ્રદેશના રાજકરણમાં નવી શરૂઆત કરી છે. 2019માં લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને હરાવવા 23 વર્ષ જુની દુશ્મની ભુલાવીને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે. જો કે 25 વર્ષ આવેલા પરિણામોને ફરી એકવાર પુનરાવર્તન કરવું મોટો પડકાર છે.

અખિલેશ યાદવ અને માયાવતી કોંગ્રેસ વગર જ ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કરી રહ્યાં છે. આજે લખનઉમાં બન્ને નેતાઓની સંયુક્ત પ્રેસ વાર્તા પછી સીટોની વહેંચણી કરવામાં આવશે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું છે કે, બસપા 37 અને સપા 36 સીટો સાથે ચૂંટણી લડી શકે છે. રાયબરેલી અને અમેઠીમાં ગઠબંધનના ઉમેદવારો ચૂંટણી લડશે નહી જ્યારે પીસ પક્ષ અને નિષાદ પક્ષ પણ એક-એક સીટ સાથે લડી શકે છે.

 

આ પણ વાંચો: CBI વિવાદ: આલોક વર્માએ આપ્યું રાજીનામું, કહ્યું- ન્યાયનું ગળું રૂંધાયું

 

જાતિઓનું સમીકરણ

ઉત્તર પ્રદેશમાં આ સમયે 22% દલિત વોટર છે જેમાં 14% જાટવ સામેલ છે જે બસપાની વોટબેન્ક છે. બાકી 8% દલિત મતદારોમાં પાસી, ઘોબી, ખટીક મુસહર, કોળી, વાલ્મીકિ, ગૌંડ, ખરવાર જેવી 60 જાતિઓ છે. 45% ઓબીસી મતદાતાઓ છે અને 10% યાદવ, 5% કુર્મી, 5% મૌર્ય, લોધી 4% અને 2% જાટ છે. બાકી બચેલા 19%માં ગુર્જર, રાજભર, બિંદ, બિયાર, મલ્લાહ, નિષાદ, ચૌરસિયા, પ્રજાપતિ, લુહાર, કહાર, કુમ્હાર સહિત 100થી વધુ ઉપજાતિયો છે.19% જેટલા મુસ્લિમો છે.