હવે સોરાયસિસની દવાથી થશે કોરોના વાયરસના દર્દીઓની સારવાર

11 July, 2020 12:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

હવે સોરાયસિસની દવાથી થશે કોરોના વાયરસના દર્દીઓની સારવાર

પ્રતીકાત્મક તસવીર

એક બાજુ દેશ અને દુનિયામાં કોરોના વાયરસ (COVID-19)ના કેસ સતત વધી રહ્યાં છે અને બીજી બાજુ વેક્સિન શોધવાના અથવા તો સંક્રમણને રોકવા માટેની પર્યાયી દવાઓ શોધવાના પ્રયત્નો ચાલુ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોના વાયરસની સારવાર માટે ત્વચા સંબંધિત બીમારી (સોરાયસિસ)ની સારવાર માટે વપરાતા ઈટોલીઝુમાબ ઈન્જેક્શનના શરતી ઉપયોગને મંજૂરી આપી છે. તેનો ઉપયોગ તે દર્દીઓ પર કરવામાં આવશે જે સંક્રમિત થયા બાદ એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (એઆરડીએસ)થી પીડિત છે. આ સ્થિતિમાં શ્વાસ સંબંધી સમસ્યા પણ થઈ શકે છે.

ડ્રગ રેગ્યુલેટર ડૉક્ટર વીજી સોમાનીએ શુક્રવારે આ ઈન્જેક્શનના ઉપયોગને મંજૂરી આપી હતી. તેથી હવે તેનો ઉપયોગ કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં કરી શકાશે. એઆરડીએસ ના દર્દીઓને ફેફસામાં સમસ્યા હોય છે. તેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે અને ઘણી વખત તીવ્ર બળતરા પણ થાય છે. ઈટોલીઝુમાબ ઈન્જેક્શનને બાયોકોન લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તેનો ઉપયોગ પ્લેગ અથવા સોરાયસિસની સારવારમાં કરવામાં આવે છે. ગયા વર્ષે જ તેને મંજૂરી મળી હતી.

DCGIના એક અધિકારીએ કહ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસના દર્દીઓ પર ઈટોલીઝુમાબના ઈન્જેક્શનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. તેના પરિણામ સારા મળ્યાં છે. આ ટ્રાયલ ટીમમાં પલ્મોનોલિજિસ્ટ, ફાર્માલોજિસ્ટ અને એઈમ્સના મેડિકલ એક્સપર્ટ સામેલ હતા. જો કે, ડોક્ટરોએ તેનો ઉપયોગ કરતા પહેલા દર્દીને જાણ કરવી પડશે. તેના માટે તેની મંજૂરી પણ લેવી પડશે.

coronavirus covid19 national news