જનતા પોતાની સુવિધાપ્રમાણે 24X7 લઈ શકશે કોરોના વેક્સિન: ડૉ. હર્ષવર્ધન

03 March, 2021 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જનતા પોતાની સુવિધાપ્રમાણે 24X7 લઈ શકશે કોરોના વેક્સિન: ડૉ. હર્ષવર્ધન

તસવીર સૌજન્ય એએફપી

વેક્સીનેશનની ઝડપ વધારવા માટે સરકારે સમયસીમા પાછી ખેંચી લીધી છે. હવે જનતા પોતાની સુવિધાપ્રમાણે 24x7 કોરોનાની રસી મૂકાવી શકે છે. આની જાહેરાત સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને (Health Minister Dr. Harsh Vardhn)પોતે કરી છે. હર્ષવર્ધને ટ્વીટ કર્યું છે કે સરકારે વેક્સીનેશનની ઝડપ વધારવા માટે સમય સીમા પાછી ખેંચી લીધી છે. દેશના નાગરિક હવે 24x7 પોતાની સુવિધાનુસાર રસી મૂકાવી શકે છે. પીએમ દેશના નાગરિકોના સ્વાસ્થ્યની સાથે-સાથે તેમના સમયનું મૂલ્ય પણ સારી રીતે સમજે છે. સમયની આ સુવિધા હવે સરકારી અને ખાનગી બન્ને હૉસ્પિટલમાં લાગૂ પાડવામાં આવશે.

જણાવવાનું કે દેશમાં કોરોના વિરુદ્ધ 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પહેલા ચરણમાં લાખો હેલ્થકૅર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી મૂકવામાં આવી હતી. પહેલા ચરણમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. 1 માર્ચથી વેક્સીનેશન ડ્રાઇવનું બીજું ચરણ શરૂ થયું છે. આ ચરણમાં 60થી વધુની ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓથી જજૂમતા 45થી ઉપરની ઉંમરના લોકોને રસી મૂકવામાં આવશે.

ભારતમાં કોરોના વાયરસના નવા કેસ બુધવારે ફરી વધેલા જોવા મળ્યા. આજે 15000ની નજીક કેસ જોવા મળ્યા છે, જ્યારે મંગળવારે આ આંકડો 12,000થી થોડું વધારે હતું. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારે સવારે જાહેર તાજેતરના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં, 14,989 નવા Covid-19ના કેસ નોંધાયા છે. આની સાથે જ દેશમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 1,11,39,516 થઈ ગઈ છે. આ દરમિયાન એટલે કે છેલ્લા 24 કલાકમાં 98 દર્દીઓના નિધન થયા છે. દેશમાં અત્યાર સુધી 1,57,346 દર્દીઓના નિધન થયા છે.

coronavirus covid19 national news