ડ્રગ્સની તલપ પૂરી કરવા ટીનેજર સાઇકલ ચોરીને એને માત્ર ૨૦૦ રૂપિયામાં વેચતો

13 April, 2021 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન ટીનેજરે બીજી ૨૫ સાઇકલો ચોરી કરી હોવાની કબૂલાત કરી

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી લિંક રોડ પરના સિમ્ફની ટાવરના કમ્પાઉન્ડમાંથી ૧૬ માર્ચે એક મહિલાની સાઇકલ ચોરાઈ હતી. એ બદલ તેણે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. કાંદિવલી પોલીસે કેસની ઝીણવટભરી તપાસ કરીને સીસીટીવી કૅમેરાના ફુટેજના આધારે તપાસ ચલાવી આખરે ગઈ કાલે ૧૭ વર્ષના ટીનેજરને એ સાઇકલ ચોરવા બદલ ઝડપી લીધો હતો. જોકે પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન તેણે બીજી ૨૫ સાઇકલો ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ત્યાર બાદ પોલીસે એ ૨૫ સાઇકલો પણ જપ્ત કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે  ટીનેજર સોસાયટીના કમ્પાઉન્ડમાંથી પણ સાઇકલો ચોરીને ભાગી જતો હતો. એ પછી એ ચોરેલી સાઇકલ તેના દોસ્તોમાં ૨૦૦થી ૩૦૦ રૂપિયામાં વેચી નાખતો. એ રૂપિયાથી તે ડ્રગ ખરીદીને નશો કરતો.

mumbai mumbai news Crime News mumbai crime news kandivli