ટીએમસી કમિશનરે સરપ્રાઇઝ વિઝિટ કરી રોડ કૉન્ટ્રૅક્ટરને ખરાબ કામ કરવા બદલ બ્લૅકલિસ્ટ કર્યો

21 February, 2023 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેકરોએ રોડ પર પડેલા ખાડા બાબતે સુધરાઈમાં રજૂઆત કર્યા બાદ એ રોડના ખાડા પૂરવા કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મુંબઈ : થાણે મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે અચાનક જ વિઝિટ કરી રોડના કામનું નિરીક્ષણ કર્યા બાદ કામ હલકી ગુણવત્તાનું કરાયું હોવાની જાણ થતાં કૉન્ટ્રૅક્ટરને તરત જ બ્લૅક ​લિસ્ટ કરી દીધો છે. એટલું જ નહીં, તેમણે એ રોડ પર જેટલા ખાડા છે એ ખાડાદીઠ (દર સ્કવેર મીટર) ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. થાણેકરોએ રોડ પર પડેલા ખાડા બાબતે સુધરાઈમાં રજૂઆત કર્યા બાદ એ રોડના ખાડા પૂરવા કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. અભિજિત બાંગરે એ કામ પર જે સરકારી અધિકારીએ ધ્યાન રાખવાનું હતું તેને પણ શો-કૉઝ નોટિસ મોકલાવી છે અને એ બાબતે ખુલાસો આપવા જણાવ્યું છે. 

mumbai mumbai news thane