કસાબ જ્યારે કેમેરા સમક્ષ થૂંક્યો, વાંચો 26/11 કેસનો સમગ્ર ઘટનાક્રમ

21 November, 2012 07:14 AM IST  | 

કસાબ જ્યારે કેમેરા સમક્ષ થૂંક્યો, વાંચો 26/11 કેસનો સમગ્ર ઘટનાક્રમ


2008


નવેમ્બર 26 : કસાબ અને અન્ય નવ પાકિસ્તાનીઓએ બંદૂક લઈને મુંબઈમાં મલ્ટિપલ લોકેશન પર લોહિયાળ જંગ ખેલ્યો હતો.

નવેમ્બર 27 : રાત્રે 1.30 વાગ્યે કસાબને પકડીને ધરપકડ કરવામાં આવી અને ત્યાર બાદ તેને નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

નવેમ્બર 29 : કસાબે પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું, પોતાનો રોલ કબૂલ્યો.

નવેમ્બર 29 : હુમલા કરાયેલી દરેક જગ્યાને લગભગ 60 કલાક બાદ કાબૂમાં લેવામાં આવી. નવ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યાં.

નવેમ્બર 30 : કસાબે પોલીસ સમક્ષ પોતાનો ગૂનો કબૂલ્યો




2009


જાન્યુઆરી 13 : એમ એલ થલિયાણી 26/11ના ચુકાદાના સ્પેશ્યલ જજ તરીકે નિમાયા

જાન્યુઆરી 16 : કસાબની ટ્રાયલ માટે આર્થર રોડ જેલને પસંદ કરવામાં આવી.

ફેબ્રુઆરી 5 : મુંબઈ દરિયાકિનારે મળેલી કુબેર બોટમાંથી મળેલી વસ્તુઓ સાથે કસાબના DNA સેમ્પલ્સ મેચ થયાં.

ફેબ્રુઆરી 20/21 : કસાબે પોતાનો ગુનો મેજિસ્ટ્રેટ (મિસ) આર.વી.સાવંત-વાગુલે સમક્ષ કબૂલ કર્યો

ફેબ્રુઆરી 22 : ઉજ્જવલ નિકમની પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે નિમણૂક

ફેબ્રુઆરી 25 : કસાબની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ

એપ્રિલ 1 : સ્પેશ્યલ કોર્ટ દ્વારા કસાબના વકીલ તરીકે અંજલી વાઘમારેની નિમણૂક

એપ્રિલ 15 : 26/11 કેસની ટ્રાયલ શરૂ થઈ

એપ્રિલ 15 : અંજલી વાઘમારેને કસાબના વકીલ તરીકે દૂર કરાઈ

એપ્રિલ 16 : અબ્બાસ કાઝમીની કસાબના વકીલ તરીકે નિમણૂક

એપ્રિલ 17 : કસાબની કબૂલાત કોર્ટ સમક્ષ ઓપન કરવામાં આવી. કસાબે ફેરવી તોળ્યું.

એપ્રિલ 20 : પ્રોસિક્યૂશને કસાબ પર 312 ગુના પર ચાર્જ લગાવ્યો.

એપ્રિલ 29 : વકીલે ક્લેમ કર્યો હતો કે કસાબ સગીર વયનો છે જ્યારે નિષ્ણાતોએ કહ્યું કે પુખ્ત વયનો હતો.

મે 6 : ચાર્જીસ ફ્રેમ કરી દેવામાં આવ્યાં જેમાં 86 ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં. તેણે લગાવેલા ચાર્જ કબૂલવાની ના પાડી.

મે 8 : પ્રથમ ચશ્મદીદ ગવાહ મળ્યો જેણે કસાબને ઓળખી પાડ્યો

જૂન 23 : 22 શખ્સ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું જેમાં હફીસ સઈદ, ઝાકી-ઉર-રહેમાન લખવીનો પણ સમાવેશ થતો હતો.

જૂન 25 : કોર્ટે કહ્યું કે કસાબ અલ્સરની બીમારીથી પીડિત છે.

જુલાઈ 20 : સ્પેશ્યલ જજ એમ એલ તહલિયાણી સમક્ષ ગુનેગાર સાબિત થયો.

નવેમ્બર 30 : અબ્બાસ કાઝમીને કસાબના વકીલ તરીકે દૂર કરાયા

ડિસેમ્બર 1 : કે.પી પવારે સત્તાવાર અબ્બાસ કાઝમીની જગ્યા લીધી.

ડિસેમ્બર 16 : પ્રોસિક્યૂશને 26/11નો કેસ પૂર્ણ કર્યો

ડિસેમ્બર 18 : કસાબે દરેક ગુના કબૂલવાનો ઇનકાર કર્યો


2010


ફેબ્રુઆરી 11 : શહીદ આઝમી જે 26/11ના આરોપીઓનો વકીલ હતો તે કુર્લામાં ઠાર મરાયો.

ફેબ્રુઆરી 22 : ડેવિડ કોલમેન હેડલીનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો

ફેબ્રુઆરી 23 : ફાઈનલ દલીલ માર્ચ 9થી શરૂ કરવામાં આવશે

માર્ચ 31 : સ્પેશ્યલ કોર્ટે ફાઈનલ ચુકાદા માટે મે 3 તારીખ નક્કી કરી

મે 6 : 26/11 સ્પેશ્યલ કોર્ટે કસાબને મોતની સજા ફટકારી

જૂન 8 : હાઈકોર્ટમાં કસાબના વકીલ તરીકે આમિર સોલકર, ફરહાના શાહની નિમણૂક થઈ

ઓક્ટોબર 18 : કસાબની મોતની સજાની અપીલ/કન્ફર્મેશનની સુનાવણી હાઈકોર્ટમાં શરૂ થઈ

ઓક્ટોબર 19 : કસાબે ગુસ્સો કર્યો અને કહ્યું હાઈકોર્ટમાં કેસ માટે રૂબરૂ હાજર થવા માંગે છે. કેમેરા સમક્ષ થૂંકીને કહ્યું હતું કે મને અમેરિકા મોકલી દો. હાજર રહેલા જજે તેને યોગ્ય વર્તન કરવાની ચેતવણી આપી હતી.

ઓક્ટોબર 25 : હાઈકોર્ટે 26/11ના CCTV ફૂટેજ જોયા જેમાં કસાબ અને અન્ય માર્યો ગયેલો આતંકવાદી અબુ ઈસ્માઈલ આતંકવાદી પ્રવૃત્તિ કરતાં દેખાયા.

ઓક્ટોબર 27 : પ્રોસિક્યૂટર ઉજ્જવલ નિકમે ટ્રાયલ કોર્ટ દ્વારા કસાબને અપાયેલી મોતની સજાને ન્યાયિક ગણાવી

ઓક્ટોબર 29 : કસાબે વારંવાર પોતાના નિવેદનો બદલીને ટ્રાયલ કોર્ટને કન્ફ્યૂઝ કરી.

નવેમ્બર 23 : હાઈકોર્ટના જજીસ ફરી એક વાર CCTV ફૂટેજ જોયા.

નવેમ્બર 25 : કસાબના વકીલ અમીન સોલકરે દલીલો શરૂ કરી અને કહ્યું ટ્રાયલ કોર્ટનો નિર્ણય યોગ્ય ન હતો. વકીલે રિ-ટ્રાયલની માગણી કરી.

નવેમ્બર 30 : સોલકરે દલીલ કરી હતી કે "waging war against nation" એ કસાબની વિરુદ્ધ ન હતી.

ડિસેમ્બર 2 : કસાબના વકીલે કહ્યું કે તે પાકિસ્તાનથી નાની બોટમાં આવ્યો ન હતો. એ બોટ 10 જેટલાં લોકોનો સમાવેશ કરી શકે તેમ ન હતી.

2011


જાન્યુઆરી 17 : કોર્ટે ચુકાદાને ફેબ્રુઆરી 7 સુધી નિલંબિત કર્યો

ફેબ્રુઆરી 7 : બોમ્બે હાઈકોર્ટે ચુકાદા માટે ફેબ્રુઆરી 21 નક્કી કરી.

ફેબ્રુઆરી 21 : બોમ્બે હાઈકોર્ટે કસાબની મોતની સજા કાયમ રાખી

જુલાઈ 29 : કસાબે મોતની સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી



2012



ઓગસ્ટ 29 : સુપ્રીમે કસાબની મોતની સજા કન્ફર્મ કરી

નવેમ્બર 5 : પ્રેસિડેન્ટ પ્રણબ મુખર્જીએ કસાબની દયાયાચિકા નામંજૂર કરી

નવેમ્બર 21 : કસાબને પૂણેની યેરવડા જેલમાં ફાંસી આપવામાં આવી અને ત્યાં જ દફનાવી દેવામાં આવ્યો.