TikTok : પ્રતિબંધ હટવા છતાં ગુગલ અને એપ્પલ સ્ટોરમાં નથી દેખાતી એપ

26 April, 2019 03:17 PM IST  | 

TikTok : પ્રતિબંધ હટવા છતાં ગુગલ અને એપ્પલ સ્ટોરમાં નથી દેખાતી એપ

ટિકટોક

ટિકટોક પરથી મદ્રાસ હાઇકોર્ટે પ્રતિબંધ હટાવી લીધો છે. તે છતાં આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ નથી. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીના સૂત્રો પ્રમાણે, આ ટેક્નોલોજી કંપનીઓને કોર્ટનો આદેશ મળ્યા પછી જ આ એપને એપ સ્ટોર્સ પર મેળવી શકાશે. જણાવીએ કે ITમિનિસ્ટ્રીએ ગૂગલ અને એપલને 3 એપ્રિલના મદ્રાસ હાઇકોર્ટ દ્વારા મૂકવામાં આવેલ પ્રતિબંધ પછી ટિકટોકને બૅન કરવા માટે કહ્યું હતું.

અધિકારિક આદેશ મળ્યા પછી જ પ્લે સ્ટોર્સ પર એપ મળશે જોવા

આ કેસને વકીલ મુથુકુમારે ફાઇલ કર્યો હતો. મદુરાઇ બેન્ચે એપ પરના પ્રતિબંધને રદ કરી દીધો છે. કોર્ટની શરતો પ્રમાણે, ટિકટોક પર અશ્લિલ વીડિયોઝ અપલોડ કરવામાં નહીં આવે. ગૂગલ અને એપલે અત્યારે કોઇ જ ઑફિશિયલ નિવેદન જાહેર કર્યું નથી. આ બન્ને કંપની ફક્ત ત્યારે જ પ્રતિબંધ હટાવશે જ્યારે તેમને બૅન હટાવવાનો આદેશ મળશે. જણાવીએ કે ટિકટોક એક ચીની કંપની ByteDance હેઠળ છે. તેના ભારતમાં 120 મિલિયન માસિક એક્ટિવ યૂઝર્સ છે.

આ પણ વાંચો : મદ્રાસ હાઈકોર્ટે હટાવ્યો TikTok પરથી પ્રતિબંધ

ટિકટોકે કર્યો પોતાનો બચાવ

ટિકટોક પોતાના પ્લેટફોર્મ પર લાગેલા બૅનને લઇને પોતાનો બચાવ કર્યો છે. કંપનીએ કહ્યું કે તેની વાત સાંભળ્યા વગર જ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કંપનીએ દાવો કર્યો કે તેના પ્લેટફોર્મ પર કોઇપણ પ્રકારના અયોગ્ય કે અશ્લિલ કોન્ટેન્ટ પ્રમોટ કરવામાં નહીં આવે. તેની પાસે એક એવી ટેક્નિક છે કે જે કોઇપણ પ્રકારના અયોગ્ય કે અશ્લિલ કોન્ટેન્ટને ઓનલાઇન જતાં અટકાવે છે. ટિકટોક આ ટેકનિક કોમ્યુનિટી ગાઇડલાઇન્સ સાચવી રાખવમાં માટે વાપરે છે. આ સિવાય કંપનીના વકીલે કહ્યું કે એવું શક્ય નથી કે કંપની બંધારણની ધારાઓનું પાલન નથી કરતી.

national news