દિલ્હીના ગૅન્ગરેપના આરોપીને તિહાર જેલમાં કેદીઓએ ભેગા મળીને ફટકાર્યો

22 December, 2012 08:53 AM IST  | 

દિલ્હીના ગૅન્ગરેપના આરોપીને તિહાર જેલમાં કેદીઓએ ભેગા મળીને ફટકાર્યો




દિલ્હીમાં ગયા રવિવારે ૨૩ વર્ષની યુવતી પર ગૅન્ગરેપની ઘટનાને મુદ્દે ગઈ કાલે સતત પાંચમા દિવસે રાજધાનીના રસ્તા પર મોટી સંખ્યામાં યુવતીઓ, સ્ટુડન્ટ્સ તથા મહિલા સંગઠનોએ દેખાવો કર્યા હતા. જ્યારે ગૅન્ગરેપના મુકેશ સિંહ નામના આરોપીને તિહારમાં જેલમાં કેદીઓએ મળીને સખત ફટકાર્યો હતો. મિડિયામાં ગૅન્ગરેપની ઘટનાના કવરેજને કારણે જેલના કેદીઓમાં પણ આરોપીઓ પ્રત્યે ભારે આક્રોશ હતો અને તેથી જ તક મળતાં કેટલાક કેદીઓએ મુકેશ પર હુમલો કર્યો હતો. કેન્દ્ર સરકારે કાલે આ કેસની ઝડપથી ટ્રાયલ ચલાવવાની તથા તમામ છ બળાત્કારીઓને સખત સજા અપાશે એવી ખાતરી આપી હતી. દિલ્હીના પોલીસ વડા નીરજ કુમારે કાલે કહ્યું હતું કે હવે ગુડાગર્દીને સહેજપણ સાંખી નહીં લેવાય અને આવા તત્વો સામે પોલીસ કડક હાથે કામ લેશે. પોલીસે કાલે દિલ્હીમાં બાર અને રેસ્ટોરાં રાત્રે એક વાગ્યા પછી બંધ કરવાનો નિયમ બહાર પાડ્યો હતો.

બળાત્કારીને મેથીપાક મળ્યો


ગૅન્ગરેપની ઘટનાએ માત્ર દેશભરની મહિલાઓને જ નહીં, પણ તિહાર જેલના કેદીઓને પણ હચમચાવી દીધા હતા. મિડિયામાં આ ઘટનાના કવરેજને કારણે તેની ગંભીરતાથી સંપૂર્ણ વાકેફ એવા તિહાર જેલના કેદીઓએ ગુરુવારે ગૅન્ગરેપના એક આરોપી મુકેશને ફટકાર્યો હતો. મુકેશ વૉર્ડમાં આંટા મારતો હતો ત્યારે કેદીઓએ તેને ઘેરીને માર માર્યો હતો. માર પડવાથી મુકેશના ચહેરા, હાથ તથા શરીરના અન્ય ભાગે ઈજા પહોંચી હતી. બાદમાં તેને સારવાર માટે ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુકેશને તિહાર જેલમાં લાવવામાં આવશે એવી માહિતી મળતાની સાથે જ કેદીઓએ તેને મારવાનું નક્કી કરી લીધું હતું. કેટલાક કેદીઓએ તેના ચહેરા પર બ્લેડના ઘા કર્યા હતા.

ઉગ્ર દેખાવો ચાલુ રહ્યા


ગઈ કાલે સતત પાંચમા દિવસે પણ સ્ટુડન્ટ્સ, યુવતીઓ, મહિલા સંગઠનની સભ્યોએ મોટી સંખ્યામાં ગૅન્ગરેપના વિરોધમાં તથા મહિલાઓની સુરક્ષા માટે નક્કર પગલાં ભરવાની માગણી સાથે દેખાવો ચાલુ રાખ્યા હતા. સંખ્યાબંધ યુવતીઓ કાલે રાષ્ટ્રપતિભવન, વડા પ્રધાનના નિવાસસ્થાન તથા  કેન્દ્રીય ગૃહ સચિવના ઘરની બહાર દેખાવો કર્યા હતા. એટલું જ નહીં, જંતરમંતર, ઇન્ડિયા ગેટ જેવાં સ્થળોએ પણ દેખાવો ચાલુ રહ્યા હતા. રાષ્ટ્રપતિભવનની બહાર યુવતીઓ નારેબાજી કરી રહી હતી ત્યારે એક છોકરી રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ ઘૂસી ગઈ હતી. બાદમાં પોલીસે તેને સમજાવીને બહાર મોકલી હતી. યુવતીઓનું કહેવું હતું કે હવે વાતો કરવાનો ટાઇમ પૂરો થયો છે.

પાંચમો અને છઠ્ઠો આરોપી પકડાયો


રવિવારે થયેલા ગૅન્ગરેપના કેસમાં પોલીસે ગઈ કાલે વધુ એક આરોપીની ઉત્તર પ્રદેશમાંથી તથા અન્ય એકની બિહારના ઔરંગાબાદમાંથી ધરપકડ કરી હતી. આ સાથે તમામ છ આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. દિલ્હીના પોલીસ-કમિશનર નીરજકુમારે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના બદાયુંમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગઈ કાલે દિલ્હી પોલીસે આ કેસનો તપાસ રર્પિોટ ર્કોટમાં રજૂ કર્યો હતો. જોકે પોલીસના રર્પિોટથી અસંત્ાુષ્ટ ર્કોટે નવ જાન્યુઆરી સુધીમાં વધુ એક અહેવાલ રજૂ કરવા પોલીસને કહ્યું હતું. દિલ્હી પોલીસે કાલે શહેરમાં બાર અને રેસ્ટોરાં રાત્રે એક વાગ્યા પછી બંધ કરી દેવાનું ફરમાન પણ બહાર પાડ્યું હતું.