શહીદ ઔરંગઝેબની હત્યાના મામલામાં સેનાના ત્રણ જવાનોની અટકાયત

06 February, 2019 02:09 PM IST  | 

શહીદ ઔરંગઝેબની હત્યાના મામલામાં સેનાના ત્રણ જવાનોની અટકાયત

ઔરંગઝેબની હત્યા મામલે થશે ખુલાસો?

સેનાના જવાબ ઔરંગઝેબના અપહરણ બાદ હત્યાના કથિત સંડોવણીના મામલામાં ત્રણ સેનાના કર્મચારીઓની અટકાયત કરી છે. રક્ષા મંત્રાલય કે પોલીસે હજુ સુધી આધિકારીક રીતે આ મામલે પુષ્ટિ નથી કરી. માનવામાં આવી રહ્યું છે કે સેનાના જવાનો આતંકીઓને માહિતી પહોંચાડતા હોય તેવો આ પહેલો મામલો છે.

મહત્વનું છે કે ગયા જૂન 2018માં ઈદ પહેલા 44 રાષ્ટ્રીય રાઈફલ્સના રાઈફલમેન ઔરંગઝેબને આતંકીઓએ પુલવામાં શોપિયાંના રસ્તામાં એક ખાનગી ટેક્સીમાંથી ઉતારી લીધા હતા અને તેમનું અપહરણ કર્યું હતું. કલમપોરાથી લગભગ 15 કિલોમીટર દૂર ગુસ્સુ ગામમાં પછીના દિવસે ઔરંગઝેબનો ગોળીઓથી ચારણી કરી દેવાયેલો મૃતદેહ મળ્યો હતો. ઔરંગઝેબની શહીદી બાદ આ મામલાની તપાસ દરમિયાન હની ટ્રેપ સહિતના કિસ્સાઓ સામે આવ્યા હતા. જે બાદ સેનાએ 44 રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે જોડાયેલા કેટલાક સ્થાનિક કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવાની શરૂઆત કરી અને તે બાદ તેમની અટકાયત કરવામાં આવી છે. આ મામલો દબાઈ ગયો હતો, પરંતુ ગયા રવિવાર અચગૂજા પુલવામામાં રહેતા એક યુવક તૌસીફ અહમદ વાનીને મેજર શુક્લા દ્વારા પૂછપરછ દરમિયાન કથિત રીતે પ્રતાડિત કરવામાં આવ્યા બાદ તે સમાચારોમાં આવ્યો.

ઔરંગઝેબના અપહરણ અને તેની હત્યા સાથે જોડાયેલા મામલામાં અટકાયત કરવામાં આવેલા ત્રણ સૈન્યકર્મીઓના નામ તજામુલ અહમદ, આદિલ વાની અને આબિદ વાની જણાવવામાં આવી રહ્યા છે. બે પુલવામા અને એક કુલગામનો રહેવાસી છે. તેમના પર આરોપ છે કે આ લોકો પોતાના સાથી ઔરંગઝેબની હત્યામાં કથિત રીતે સામેલ હતા.

વીરતા માટે ઔરંગઝેબને મળ્યો શૌર્ય ચક્ર

ઔરંગઝેબને મળ્યો હતો શૌર્ય ચક્ર


શહીદ ઔરંગઝેબને ગયા વર્ષે મરણોપરાંત શૌર્ય ચક્ર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ઔરંગઝેબ રાષ્ટ્રીય રાઈફલ્સમાં મેજર શુક્લાના નેતૃત્વ QAT દળનો સદસ્ય હતો. જે દળે અનેક આતંકીઓને મારી નાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. દેશના 72માં સ્વતંત્રતા દિવસે તેમને શૌર્ય ચક્ર આપવામાં આવ્યો.

આ પણ વાંચોઃ ટ્વિટર પર આવી ગયા છે BSP સુપ્રીમો માયાવતી, પાર્ટીની સત્તાવાર જાહેરાત

શું હતો કિસ્સો?
રાષ્ટ્રીય રાઈફલના જવાન ઔરંગઝેબનું પુલવામાથી આતંકીઓએ 14 જૂને અપહરણ કરી લીધું હતું. આતંકીઓએ ઔરંગઝેબનો મૃત્યુ પહેલાનો એક વીડિયો જાહેર કર્યો હતો. તેઓ ઈદની રજા માણવા ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જ તેનું અપહરણ કરીને તેમનું શરીર ગોળીઓથી ચારણી કરીને ગુસ્સૂ વિસ્તારમાં ફેંકી દીધું હતું.

aurangzeb national news