સોનાના દાણચોરોને મદદ કરવા બદલ એર ઇન્ડિયાના ત્રણ કર્મચારીઓની ધરપકડ

19 November, 2021 07:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

એક મુસાફર, જેની પાછળથી આ મામલે પૂછપરછ કરવામાં આવી, તેણે એર ઈન્ડિયાના ત્રણ કર્મચારીઓની સંડોવણીનો ખુલાસો કર્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, સોનાની દાણચોરીમાં ભૂમિકા હોવાના આરોપી એર ઈન્ડિયાના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર તાજેતરની ઘટનામાં હાથ હોવાનો આરોપ છે, જેમાં એરક્રાફ્ટની સીટ નીચે સંગ્રહિત 1.5 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

એક મુસાફર, જેની પાછળથી આ મામલે પૂછપરછ કરવામાં આવી, તેણે એર ઈન્ડિયાના ત્રણ કર્મચારીઓની સંડોવણીનો ખુલાસો કર્યો હતો.

આ ત્રણેયની સોનાની દાણચોરીમાં મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

કસ્ટમ્સ વિભાગનો દાવો છે કે દાણચોરો ધરપકડ કરાયેલા લોકોની મદદથી સીટની નીચે છુપાવેલું 75 લાખ રૂપિયાનું સોનું લાવ્યા હતા.

“તેના સિવાય પ્લેનની સીટ નીચે સોનું છુપાવવું શક્ય ન હતું.” એક અધિકારીએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોનાની દાણચોરીના મામલામાં એરલાઈન્સના કર્મચારીઓની મિલીભગત સામે આવી હોય તેવું પહેલીવાર બન્યું છે.

16 નવેમ્બરે જયપુર એરપોર્ટ પર કસ્ટમ્સની ટીમે એરક્રાફ્ટમાંથી સોનું જપ્ત કર્યું હતું.

કસ્ટમ્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે “શિવરામ મીણા, જ્ઞાનચંદ મીણા અને કૌશલ વર્માની મિલીભગતથી પ્લેનની સીટ નીચે સોનું છુપાવવામાં આવ્યું હતું.”

પૂછપરછ દરમિયાન ખબર પડી કે તેઓ છેલ્લા ચાર વર્ષથી એર ઈન્ડિયામાં કામ કરી રહ્યા છે.

national news