હરિયાણાનો આ યુવક છે ઓફિશિયલી નાસ્તિક

03 May, 2019 11:19 AM IST  |  પાણીપત

હરિયાણાનો આ યુવક છે ઓફિશિયલી નાસ્તિક

હરિયાણાનો આ યુવક છે ઓફિશિયલી નાસ્તિક

હરિયાણાના ટોહાના ગામમાં રહેતા રવિકુમારને હવે ઑફિશ્યલી નાસ્તિક ગણવામાં આવશે. જોકે એ માટે રવિએ બે વર્ષ સુધી કાનૂની લડત લડવી પડી હતી. રવિનું કહેવું છે કે તે પોતાને કોઈ ખાસ વર્ગ વિશેષ સાથે જોડીને નથી જીવવા માગતો. ૨૦૧૭માં રવિએ ફતેહાબાદ કોર્ટમાં સિવિલ કેસ કર્યો હતો. એ જ વર્ષે તેને પોતાના નામની સાથે નાસ્તિક લખવાની અનુમતિ મળી હતી.

રવિના વકીલ અમિતકુમાર સૈનીએ ‘નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગૉડ’નું સર્ટિફિકેટ મેળવવા તહસીલ કાર્યાલયમાં અરજી કરેલી. ત્યાંથી આવું સર્ટિફિકેટ નહીં મળી શકે એવો જવાબ મળતાં તેણે ડેપ્યુટી કમિશનરને આવેદન કર્યું. રવિના તમામ દસ્તાવેજો તપાસવામાં આવ્યા અને તે કોઈ ક્રિમિનલ તો નથીને એની સઘન તપાસ થઈ.

આ પણ વાંચોઃ આઇએસ ચીફની ધમકી : શ્રીલંકા પછી હવે ભારત અને બાંગ્લાદેશનો નંબર

જ્યારે ડેપ્યુટી કમિશનર રવિની તમામ ઊલટતપાસથી સંતુષ્ટ થઈ ગયા એ પછી ૨૯ એપ્રિલે તેને ‘નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગૉડ’નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આ સર્ટિફિકેટ પર સિરિયલ નંબર પણ મૂકવામાં આવ્યો છે અને આ દેશનો પહેલો કિસ્સો હોવાનું કહેવાઈ રહ્યું છે.

haryana