કેજરીવાલ આતંકવાદી છે એના ઘણા પુરાવા છે : પ્રકાશ જાવડેકર

04 February, 2020 11:00 AM IST  |  New Delhi

કેજરીવાલ આતંકવાદી છે એના ઘણા પુરાવા છે : પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકર

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે બીજેપી અને આમ આદમી પાર્ટી એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. હવે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા છે. જેમ-જેમ દિલ્હી ચૂંટણી નજીક આવતી જાય છે તેમ-તેમ નેતાઓ વચ્ચે વાકયુદ્ધ વધતું જાય છે. સોમવારે એક પત્રકાર પરિષદમાં જાવડેકરે કેજરીવાલની આલોચના કરી હતી.

પત્રકારો સાથે વાતચીત કરતાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ‘દિલ્હીની જનતા જે તેમની પડખે ઊભી રહી હતી તે હવે કેજરીવાલથી દૂર થઈ રહી છે. આથી જ કેજરીવાલ પૂછી રહ્યા છે કે શું હું આતંકવાદી છું? તો તમે આતંકવાદી જ છો જેના અનેક પુરાવા પણ છે. તમે પોતે જ કબૂલ્યુ હતું કે હું અરાજક્તાવાદી છું. અરાજક્તાવાદી અને આતંકવાદીમાં વધારે ફર્ક નથી હોતો.

આ પણ વાંચો : દુષ્કર્મ કેસ : ચિન્મયાનંદને 5 મહિના બાદ અલાહાબાદ હાઈ કોર્ટે જામીન આપ્યા

બીજી તરફ આમ આદમી પાર્ટીના સંસદસભ્ય સંજય સિંહે પ્રકાશ જાવડેકર પર પલટવાર કરતાં જણાવ્યું કે ‘આ આપણા દેશની રાજધાનીમાં થઈ રહ્યું છે જ્યાં કેન્દ્ર સરકાર બેઠેલી છે, ચૂંટણીપંચ ઉપસ્થિત છે. એક કેન્દ્રીય પ્રધાનને આવી ભાષા બોલવાની મંજૂરી કેવી રીતે મળી શકે છે? જો કેજરીવાલ આતંકવાદી છે તો બીજેપીને તેમની ધરપકડ કરવાનો પડકાર ફેંકું છું.’

prakash javadekar arvind kejriwal national news