ખોટો આધાર કાર્ડ નંબર આપ્યો તો ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ થશે

13 November, 2019 02:22 PM IST  |  New Delhi

ખોટો આધાર કાર્ડ નંબર આપ્યો તો ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ થશે

આધાર કાર્ડ

(જી.એન.એસ.) આધાર કાર્ડના ઉપયોગને લઈને તમને જાણકારી હશે કે ઘણાં સરકારી કામોમાં આધાર નંબરની જરૂર હોય છે. કેટલાક મહિના પહેલાં જ કરદાતાઓની સમસ્યાને દૂર કરવા માટે આવકવેરા વિભાગે પૅન નંબરની જગ્યાએ આધાર નંબર ઉપયોગ કરવાની મંજૂરી આપી. પરંતુ તમે નિયમનો ખોટો ઉપયોગ કરશો અને ખોટો આધાર નંબર આપશો તો તમને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ લાગશે.

ઇન્કમ ટૅક્સ ઍક્ટ ૧૯૬૧માં કરવામાં આવેલા સંશોધન પ્રમાણે પૅનની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ કરી શકાશે. નવા સંશોધનમાં ખોટો આધાર નંબર આપવા પર દંડની પણ જોગવાઈ છે. આ નિયમ જ્યાં પૅન કાર્ડ નંબરની જગ્યાએ આધાર કાર્ડ નંબરનો ઉપયોગ થઈ શકે છે ત્યાં આ નિયમ લાગુ પડી શકે છે.

ઇન્કમ ટૅક્સ રિટર્ન ભરવામાં, બૅન્ક-અકાઉન્ટ ખોલવામાં કે પછી ૫૦,૦૦૦ રૂપિયાથી વધારેના બૉન્ડ્સ કે મ્યુચ્યુઅલ ફંડ્ઝ વગેરે ખરીદવા પર આધાર કાર્ડ કે પૅન નંબરની જરૂર પડે છે. આવી બાબતોમાં જો તમે આધાર કાર્ડ નંબર ખોટો આપશો તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ દંડ પૅનની જગ્યાએ ખોટો આધાર કાર્ડ નંબર આપવા પર, કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર પૅન અને આધાર બન્ને નહીં આપવા પર, આધાર નંબરની સાથે બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશન નહીં આપવા પર અને જો આઇડેન્ટિફિકેશન ફેઈલ થવા પર પણ તમારે દંડ ભરવો પડશે.

national news Aadhar