ડબલ્યુએચઓએ પણ માન્યું કે, વાઇરસ હવાથી ફેલાઇ શકે છે

09 July, 2020 09:22 AM IST  |  Mumbai | Agencies

ડબલ્યુએચઓએ પણ માન્યું કે, વાઇરસ હવાથી ફેલાઇ શકે છે

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ માન્યું છે કે, આ શક્યતાને નકારી શકાય નહીં કે કોરોના વાઇરસ હવાથી ફેલાય છે. સંગઠને મંગળવારે જણાવ્યું કે, આ દિશામાં પ્રાપ્ત થયેલા પુરાવાઓને ધ્યાનમાં લીધા છે જેના આધાર પર દાવા કરવામાં આવી રહ્યા છે કે કોરોના વાઇરસ હવાથી ફેલાય છે.
જેનેવામાં એક બ્રીફિંગ દરમિયાન ડબ્લ્યુએચઓ નિષ્ણાંત બેનેડેટ્ટા અલેગ્રાંજીએ જણાવ્યું છે કે, સંસ્થાએ વાઇરસના ટ્રાન્સમિશનની રીતોને લઈને પુરાવાને ધ્યાનમાં લીધા છે. આ શક્યતાને નકારી શકાય નહીં કે જાહેર જગ્યા પર ખાસ કરીને વધુ પડતી
ભીડમાં બંધ જગ્યાઓમાં, ખરાબ વેન્ટિલેશનની સ્થિતિમાં, હવાથી વાયરસ ફેલાઈ શકે છે. જો કે આને લઈને વધારે પુરાવા જોઈએ અને તેની સ્ટડીની જરૂર હશે અને અમે વાતનું સમર્થન કરીએ છીએ.

world health organization coronavirus covid19 national news