૩૦ સપ્ટેમ્બરે આવશે બાબરી ધ્વંસનો ચુકાદો

17 September, 2020 01:34 PM IST  |  Mumbai | Agencies

૩૦ સપ્ટેમ્બરે આવશે બાબરી ધ્વંસનો ચુકાદો

અડવાણી, જોષી અને ઉમા ભારતી છે આરોપી

બાબરી ધ્વંસના કેસની સુનાવણી કરી રહેલી સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટ ૩૦ સપ્ટેમ્બરે એનો ચુકાદો આપશે.
જજ એસ. કે. યાદવે તમામ આરોપીઓને ચુકાદાના દિવસે અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
૩૨ આરોપીઓમાંથી મહત્ત્વના આરોપીઓમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન એલ. કે. અડવાણી અને બીજેપીના નેતાઓ એમ. એમ. જોષી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી અને વિનય કટિયારનો સમાવેશ થાય છે.
સીબીઆઇના વકીલ લલિત સિંહે જણાવ્યું હતું કે બચાવ પક્ષ અને ફરિયાદ પક્ષની દલીલો પહેલી સપ્ટેમ્બરે સમાપ્ત થઈ ગઈ હતી અને ત્યાર બાદ વિશેષ ન્યાયાધીશે ચુકાદો લખવાનું શરૂ કર્યું હતું.
સીબીઆઇએ અદાલત સમક્ષ ૩૫૧ સાક્ષીઓ અને આશરે ૬૦૦ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અયોધ્યાસ્થિત બાબરી મસ્જિદ ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે કારસેવકો દ્વારા ધ્વસ્ત કરવામાં આવી હતી.

national news babri masjid