અમેરિકાએ પયગમ્બર વિશેની નૂપુર શર્માની કમેન્ટને વખોડી

18 June, 2022 12:42 PM IST  |  Washington | Agency

અમેરિકા માનવાધિકારો પ્રત્યેના સન્માનને પ્રોત્સાહન આપવા માટે ભારતને પ્રોત્સાહિત કરે છે.’

ફાઇલ તસવીર

પયગમ્બર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ કમેન્ટ્સને લઈને સર્જાયેલા વિવાદના અનેક દિવસો બાદ અમેરિકાએ ગુરુવારે આ મામલે પોતાની વાત કહી હતી. અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે ‘અમે બીજેપીના બે પદાધિકારીઓની વાંધાજનક કમેન્ટ્સની નિંદા કરીએ છીએ અને અમને એ જોઈને આનંદ થયો કે પાર્ટીએ જાહેરમાં એ કમેન્ટ્સને વખોડી છે. અમેરિકા માનવાધિકારો પ્રત્યેના સન્માનને પ્રોત્સાહન આપવા માટે ભારતને પ્રોત્સાહિત કરે છે.’

બીજેપીનાં સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માની પયગમ્બર વિશેની કમેન્ટ્સનો મુસ્લિમ દેશોએ ખૂબ વિરોધ કર્યો હતો.

નૂપુરની જીભ કાપનારને ઇનામની જાહેરાત : ભીમ સેનાના ચીફની ધરપકડ
ભીમ સેનાના વડા સતપાલ તંવરની દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા ગઈ કાલે ગુરુગ્રામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સતપાલે જાહેર કર્યું હતું કે જે પણ બીજેપીનાં સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માની જીભ કાપીને લાવશે તેને તે એક કરોડ રૂપિયાનું ઇનામ આપશે.

national news united states of america washington