કોરોનાના દરદીઓના ઇલાજ માટે રાજ્ય સરકાર ૧૦૦૦૦ ઇન્જેક્શન ખરીદશે:ટોપે

07 June, 2020 03:07 PM IST  |  Mumbai Desk | Agencies

કોરોનાના દરદીઓના ઇલાજ માટે રાજ્ય સરકાર ૧૦૦૦૦ ઇન્જેક્શન ખરીદશે:ટોપે

રાજેશ ટોપે

કોરોના વાઇરસના પેશન્ટની સારવાર માટે રાજ્ય સરકાર ૧૦,૦૦૦ રેમડેસિવિરનાં ઇન્જેક્શન મેળવશે એવી માહિતી રાજ્યના આરોગ્ય ખાતાના પ્રધાન રાજેશ ટોપેએ ગઈ કાલે આપી હતી. આ મોંઘી દવા રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ પેશન્ટ્સને ઉપલબ્ધ કરાવાશે એમ તેમણે જણાવ્યું હતું.
કોરોના વાઇરસને કારણે થતા એમઈઆરએસ-સીઓવી અને સાર્સમાં આશાસ્પદ પરિણામ આવ્યા બાદ લૅબોરેટરી, પ્રાણી અને ક્લિનિકલ અભ્યાસના પુરાવાના આધારે રાજ્ય સરકાર રેમડેસિવિરનાં ૧૦,૦૦૦ ઇન્જેક્શન ખરીદશે એવું ટ્વીટ રાજેશ ટોપેએ કર્યું હતું.
ડબ્લ્યુએચઓએ સૂચિત કર્યું છે કે આ દવાની કોરોના વાઇરસ પેશન્ટ પર સકારાત્મક અસર પડી શકે છે. આ મોંઘી દવા રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૂરી પાડવામાં આવશે. શુક્રવારે રાજ્યમાં કોરોના વાઇરસના કેસનો આંકડો ૮૦,૨૨૯ ઉપર તથા મૃત્યુઆંક ૨૮૪૯ ઉપર પહોંચ્યો હતો, જે દેશનાં તમામ રાજ્યોની તુલનાએ ઘણો વધુ છે.

coronavirus covid19 national news