નમસ્તે

04 September, 2020 08:27 AM IST  |  Mumbai | Agencies

નમસ્તે

રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (એસસીઓ) માટે બુધવારે મૉસ્કો પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે રશિયન અધિકારીઓના અભિવાદન માટે પરંપરાગત નમસ્તેની પસંદગી કરી હતી. ઘટનાનો વિડિયો ટ્વિટર પર શૅર કરવામાં આવ્યો હતો.
ઍરપોર્ટ પર મેજર જનરલ બુખ્તિવ યુરી નિકોલેવિચે રાજનાથ સિંહનું સ્વાગત કર્યું હતું. અહીં તેઓ નમસ્તેની મુદ્રામાં હાથ જોડીને તેમનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેમનો અન્ય વધુ અધિકારીઓ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. એક અધિકારી રાજનાથ સિંહ સાથે હાથ મિલાવવા આગળ વધ્યા બાદ તરત જ તેમણે પોતાનો હાથ પાછો ખેંચી લઈને રાજનાથ સિંહની જેમ જ નમસ્તેની મુદ્રામાં તેમનું અભિવાદન કર્યું હતું.

national news russia international news