આંખો દ્વારા કોરોના ફેલાવવાનું જોખમ સૌથી વધારે : હૉન્ગકૉન્ગ યુનિ.નો દાવો

09 May, 2020 04:49 PM IST  |  Mumbai Desk | Agencies

આંખો દ્વારા કોરોના ફેલાવવાનું જોખમ સૌથી વધારે : હૉન્ગકૉન્ગ યુનિ.નો દાવો

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે હૉન્ગકૉન્ગ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે આંખો દ્વારા કોરોના વાઇરસ ફેલાવવાનું જોખમ સૌથી વધારે છે. તેમનો દાવો છે કે સાર્સની તુલનામાં કોરોના વાઇરસ આંખોથી ૧૦૦ ગણો વધારે ફેલાઈ શકે છે.

હૉન્ગકૉન્ગ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના ડૉ. માઇકલ ચાન ચી-વાઈના નિતૃત્વવાળી ટીમને વિશ્વભરમાં સૌથી પહેલાં તેના પુરાવા આપ્યા છે કે કોરોના વાઇરસ વ્યક્તિમાં બે જગ્યાએથી પ્રવેશ કરી શકે છે. રિસર્ચરનો આ રિપોર્ટ ધ લાન્સ રેસ્પિરેટરી મેડિસનમાં પબ્લિશ થયો છે. ડૉ. માઇકલ ચાને કહ્યું અમને અમારા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે વ્યક્તિની આંખો અને હવા દ્વારા સાર્સની તુલનામાં સંક્રમિત કરવામાં વધારે કુશળ છે. તેમાં વાઇરસનું સ્તર લગભગ ૮૦થી ૧૦૦ ગણું વધારે છે.

એટલા માટે જ લોકોને સતત સલાહ આપવામાં આવી રહી છે કે કોરોના સંક્રમણથી બચવા માટે પોતાની આંખોને ન અડવી અને નિયમિત રીતે હાથ ધોવા. યુનિવર્સિટીના સંશોધકોને પહેલા જાણવા મળ્યું હતું કે કોરોના વાઇરસ સ્ટેનલેસ સ્ટીલ પર અને પ્લાસ્ટિક પર સાત દિવસ સુધી જીવિત રહી શકે છે.

ડૉ. ચાને કહ્યું કોવિડ-૧૯ મહામારી હૉન્ગકૉન્ગમાં હવે સ્થિર થઈ રહી છે, પરંતુ દુનિયાના ઘણા એવા દેશો છે જ્યાં સ્થિતિ હજુ પણ ગંભીર છે. રશિયા અને યુરોપમાં હજુ પણ દરરોજ અનેક નવા કેસ સામે આવી રહ્યા છે. આપણે હજુ પણ બચવાની જરૂરત છે.

national news international news