રેપની તપાસ બે મહિનામાં પૂરી થવી જ જોઈએ

11 October, 2020 02:13 PM IST  |  New Delhi | Agencies

રેપની તપાસ બે મહિનામાં પૂરી થવી જ જોઈએ

રેપની તપાસ બે મહિનામાં પૂરી થવી જ જોઈએ

બળાત્કારના કેસની તપાસ બે મહિનામાં પૂરી કરવાની ફરજિયાત જોગવાઈ કેન્દ્ર સરકારે બહાર પાડી છે. મહિલાઓ વિરોધી અપરાધો સંબંધી કાર્યવાહી બાબતે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવી માર્ગદર્શક સૂચનાઓ મોકલી છે. નવી માર્ગદર્શક સૂચનાઓમાં જણાવવામાં આવ્યું છે કે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીનું ડાઈંગ ડેક્લેરેશન મૅજિસ્ટ્રેટ સમક્ષ ન નોંધાવાયું હોય એ કારણે તેને કાનૂની દૃષ્ટિએ નકામું ગણી ન શકાય.
ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત કન્યા પર સામૂહિક બળાત્કાર સહિત મહિલાઓ પર જાતીય અત્યાચારની કેટલીક ઘટનાઓ પછીના થોડા દિવસોમાં કેન્દ્ર સરકારે ઉપરોક્ત માર્ગદર્શક સૂચનાઓ મોકલી છે. સૂચનાઓ અનુસાર ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી) હેઠળ કોઈ પણ દખલપાત્ર ગુનામાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધવો ફરજિયાત રહેશે. સૂચનાઓમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ પર જાતીય અત્યાચાર સહિત દખલપાત્ર ગુના અધિકાર ક્ષેત્રની બહાર બન્યા હોય તો પણ તેની માહિતી મળતાંની સાથે પોલીસે ZERO એફઆઇઆર નોંધવાનો રહેશે.

national news amit shah home ministry