ઈરાનથી ઓઈલ આયાત અટકે તેવી શક્યતા, અમેરિકાના પ્રતિબંધની અસર

05 May, 2019 04:03 PM IST  | 

ઈરાનથી ઓઈલ આયાત અટકે તેવી શક્યતા, અમેરિકાના પ્રતિબંધની અસર

પ્રતિકાત્મક તસવીર

અમેરિકાએ ઈરાન પાસેથી તેલની ખરીદી કરવા ભારત પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે ભારતે ઈરાન પાસેથી તેલની ખરીદી સંપૂર્ણ રીતે બંધ નથી કરી. પરંતુ આ વખતે જે રીતની સ્થિતિ બની છે તેના પરથી લાગી રહ્યું છે કે, આવનારા સમયમાં ઈરાન પાસેથી ભારત તેલની ખરીદી સંપૂર્ણ પ્રતિબંધ લાગી શકે છે. સરકારી તેલ કંપનીઓ પહેલાથી જ ઈરાનથી તેલ ખરીદવાનો ઓર્ડર અટકાવી ચૂકી છે.

ઈરાનથી જેટલુ ઓઈલ ખરીદવામાં આવી રહ્યું છે તેની ભરપાઈ કરવા માટે બીજા દેશો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. અમેરિકાએ ભારતને આશ્વાસન આપ્યું છે કે, ભારતની ઓઈલની જરુરિયાતો બીજા માધ્યમોથી પૂરી કરવામાં આવશે. મુશ્કેલી દૂર કરવા માટે અમેરિકા પણ ભારતને ક્રૂડ ઓઈલ આપશે. ભારતે ગત નાણાકીય વર્ષમાં ઈરાન પાસેથી 2.4 ક્રૂડ કરોડ ટન ક્રૂડ ઓઈલ ખરીદ્યુ હતું. નવેમ્બર 2018માં અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા હતો જો કે ભારત સહિત 8 દેશોને 6 મહિના માટે ક્રૂડ ઓઈલ ખરીદવા માટે છૂટ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની અપીલ, સ્ટોપ લાઈન દોરાવા કરો જાણ

અમેરિકા પ્રતિબંધના કારણે કોઈ પણ દેશ માટે આ સંભવ નથી કે તે હવે ઈરાન પાસેથી તેલ ખરીદી શકે. ભારતે આ વિશે યુરોપીયન દેશો સાથે વાતચીત કરી છે અને વૈકલ્પિક રસ્તાઓ વિશે વિચારસરણી કરવામાં આવી રહી છે જો કે ખાસ કોઈ સફળ પરીણામો મળ્યા નથી. હાલ રાહતની વાત એ છે કે ઈરાન પર પ્રતિબંધ પછી પણ વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો નથી અને ધારણા કરતા ઉધું ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બદલાવના કારણે ઈરાન પર લગાવવામાં આવેલ પ્રતિબંધ કેટલો અસરકારક રહેશે તે જોવાનું રહેશે.